<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

કાર ચલાવાની સામાન્ય બાબતમાં એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દીધો

પેટા-પોલીસ દ્વારા કાર ચાલકને શોધખોળ ચાલુ

અમદાવાદ :અમદાવાદમાં કાલે રાત્રે બોપલ વિસ્તારમાં પાસે એક કારચાલકે સામાન્ય બાબત ઉપર એક વિદ્યાર્થીનું મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને ત્યાથી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જે વિદ્યાર્થીને સારવાર ખાતે હોસ્પિટલ લઈ તેનું મોત થયુ હતુ. આ વિદ્યાર્થી એમઆઈસીએનો વિદ્યાર્થી હતો. તે ઉત્તર પ્રદેશનો છે. તે અમદાવાદ અભ્યાસ કરવા માટે આવ્યો હતો. આ વતાની બોપલ પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસ તાત્કાલિક કાર ચાલકને શોધખોળ ચાલુ કરી દીધી હતી.

અમદાવાદમાં એક સામાન્ય બોલાચાલીમાં એક બીજાને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. બસ આવો એક બનાવ કાલે રાત્રે બોપલ ફાયર વિભાગ પાસે બન્યો હતો. કાલે રાત્રે 21 વર્ષનો પિયાશુ જૈન જે ઉત્તર પ્રદેશનો છે. તે એમઆઈસીને એક વિદ્યાર્થી છે. તે કાલે રાત્રે પોતાની મિત્ર સાથે બુલેટમાં થઈ રહ્યો હતો. ત્યારે તેની પાછળથી આવતા કાર ચાલકે બોલચાલ થઈ હતી. તેવામાં કાર ચાલકે કારમાંથી નીચે ઉતરીને પિયાશુ જૈનને હુમલો કર્યો હતો. અને તેને ઈજા પહોચાડી હતી. તેવામાં આ જોતા આસપાસના લોકો ત્યા તાત્કાલિક દોડી આવતા જોઈને કાર ચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો. અને ઈજાગ્રસ્ત પિયાશુને તાત્કાલિ ધોરણે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. અને તેને સારવાર દરમિયાન મોત થયુ હતુ.

જ્યારે ઉત્તર પ્રદેશ રહેતા તેના માતા પિતાને જાણ થતા તાત્કાલિક ધોરણે ઉત્તર પ્રદેશથી અમદાવાદ ખાતે જવા રવાના થઈ ગયા હતા. જ્યારે આ બનાવ બન્યો ત્યારે ત્યાના સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને ફોન કરી સમગ્ર માહીતી આપી હતી. અને બોપલ પોલીસ સ્ટેશને કાર ચાલક સામે ફરિયાદ નોંધાવીને તેની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે.

(3:44 PM IST)