તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 11th November 2024
એસીબી વડા,આઇબી વડા અંગે શું નિર્ણય કરવો? ગાંધીનગર હજુ અનિર્ણિત સ્થિતિમાં અટવાયું છે?
રાજકોટ રૂરલ એસપી ડીઆઇજી બની ગયા પછી પણ મૂળ સ્થાને!! ઐતિહાસિક ઘટના , રાજકોટ થી લાંબા સમય થયા બદલાયેલ ડીસીપી ડો. સુધીર દેસાઈ, અને તત્કાલીન એડી સીપી વિધિ ચોધરી હજુ પોસ્ટીંગ વગર ઘેર બેઠા છે : ડીવાયએસપી લેવલે બદલીઓમાં ગાંધીનગરમાં સહમતિ ન સધાતા ૮ તાલીમી અધિકારીના પોસ્ટીંગ કરી સંતોષ માનવો પડયો : જૂનમાં નિવળત્ત થનાર મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય પછીના સિનિયર શમશેર સિંઘને. કેન્દ્ર દિલ્હીમાં મૂકવા માગે છે, પોણા પાંચ વર્ષથી ગુજરાતની જેલોમાં કેદીઓને આત્મનિર્ભર માટે ઝઝૂમતા ડો.કે. એલ.એન. રાવનાં ભાગ્ય ખુલશે કે નહિ? હોટ ટોપિક

રાજકોટ તા. ૧૧ :.. રાજ્ય પોલીસ તંત્રમાં ખૂબ મહત્વની દરેક લેવલે ખાલી છે, અમુક લાંબા સમય થયા કોઈ જાતના પોસ્ટીંગ વગર ઘેર બેઠા છે , તો રાજકોટ રૂરલ એસપી હોય કે વડોદરા ડીસીપી લીના પાટીલ જેવા ડીઆઇજી બન્યા પછી પણ મૂળ સ્થાને ફરજ બજાવી રહ્યા છે, ડીઆજી બન્યા પછી પણ મૂળ એસપીની જગ્યા પર ફરજ બજાવવી એવી ઘટના ભૂતકાળમાં કદી બની નથી.
નવાઈની વાત એ છે કે, હાલના તબક્કે એસીબી વડા કે ગુપ્તચર વડા સહિતની મહત્વની જગ્યાઓ ચાર્જમાં ચાલે છે, એ અલગ વાત છે કે એબીસી દ્વારા મુખ્યમંત્રીની નીતિ મુજબ ઓપરેશન ગંગાજળ અર્થાત્ જે અધિકારોની ભૂમિકા અત્યંત શંકાસ્પદ હોય તેમને ઘેર બેસાડવામાં એબીસી અભિયાન સરકારની આબરૂ વધારી રહી છે. તાજેતરમાં ડીવાયએસપી કે એસીપી લેવલના આઠ અધિકારીઓનો તાલીમ પીરીયડ પૂર્ણ. થયો છે તેવા સમયે ધોરાજી, અમરેલી, જામનગર અને જૂનાગઢ ખાત પોસ્ટીંગ આપવામાં આવ્યા પરંતુ આ ઓર્ડર સમયે પોસ્ટીંગ લેવલે ધરખમ ફેરફાર થવાના હતા પણ એ ઓર્ડરનાપોસ્ટીંગ માટે સહમતિ સાધી ન શકતા ઓર્ડર ન થયા ,એસપી લેવલે તથા ડીઆઇજી લેવલે ફેરફાર કરવામાં આવશે, એક વર્ગ એવું માને છે કે ચાલુ માસના અંત સુધીમાં ફેરફાર થશે તો બીજો વર્ગ અર્વું માને છે કે અત્યારે જરૂર પૂરતા અને ત્યારબાદ જૂન માસમાં મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય નિવળત્ત થયા ત્યારબાદ થશે.
મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય નિવળત્ત થશે સિનિયર આઇપીએસ શમશેરસિંઘનો સિનોયોરીટી મુજબ ટર્ન હતો પરંતુ તેમની સેવા કેન્દ્ર દિલ્હીમાં બે મહત્વના સ્થાન ખાલી છે તે સ્થાન પર લેવા માગે છે.આ નિર્ણય અફર રહે તો તેમના પછી રાજ્યના મુખ્ય વડા પદનાં દાવેદાર તરીકે રાજ્યના ડીજી લેવલના સિનિયર આઇપીએસ ડો.કે. એલ. એન.રાવ નો ચાન્સ લાગે પણ તેનો આધાર કેન્દ્રીય ગૃહમંત્રી શું ઈચ્છે છે તેના પર નિર્ભર છે, જો કે આ સ્થાન માટે અન્ય પણ અફવા ચાલે છે. (પ-ર૭)
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
