<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

વડોદરાની ગુજરાત રિફાઈનરી કંપનીમાં વધુ એક બ્લાસ્ટ થયો: એક વ્યક્તિનું મોત

આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અમદાવદ, આણંદ, અંકલેશ્વર, હાલોલથી ફાયરની ટીમ બોલાવાઈ

વડોદરાની ગુજરાત રિફાઈનરી કંપનીમાં વધુ એક બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટના બેન્ઝીન ટેન્કની આગ વધુ વિકારળ બની છે. ત્યારે આગને કાબૂમાં લેનાર એક ફાયરકર્મી પણ ઈજાગ્રસ્ત થયો છે. જે ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે, આગના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. 

    વિકરાળ બનેલી આગના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૂળ તારાપુરના વતની ધીમંત મકવાણાનું દાઝવાના કારણે મોત થયું છે. વિગતો એવી છે કે, એક ટેન્કની આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બીજા ટેન્કમાં પણ આગ લાગી હતી. ત્યારે બીજા ટેન્કમાં પણ આગ પ્રસરતા અન્ય જિલ્લામાંથી ફાયરની ટીમની બોલવવાની ફરજ પડી છે. અમદાવદ, આણંદ, અંકલેશ્વર, હાલોલથી ફાયરની જુદી-જુદી ટીમોને ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ છે. 

કોયલીમાં IOCL રિફાઈનરીમાં ભારે બ્લાસ્ટ થયો હતો ત્યારબાદ ફરી બીજો બ્લાસ્ટ પણ થયો છે. જેના કારણે રિફાઈનરીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગ દ્વરા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

(11:28 PM IST)