News of Tuesday, 12th November 2024
નર્મદા જિલ્લાની પ્રાચી વસાવા પાસે અનોખી સિધ્ધિ:આંખે પાટા બાંધી તેને આપેલું લખાણ સડસડાટ વાંચી જતા લોકોમાં ભારે કુતૂહલ
ધોરણ. ૭ માં અભ્યાસ કરતી પ્રાચી નાનપણથી પિતા સાથે મેડિટેશન અને પ્રાણાયામ કરતી હતી:હાલમાં વીસેક દિવસથી તેને આંખ પર પાટા બંધી વાચવાની અનોખી સિધ્ધિ પ્રાપ્ત થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની એક આદિવાસી બાળકીએ કંઇક અલગ સિધ્ધિ મેળવી પોતાના પરિવાર અને સ્કૂલનું નામ રોશન કર્યું છે જેમાં આ બાળકી આંખે પાટા બાંધી એને જે આપો એ લખાણ સડસડાટ વાંચી બતાવે છે અને આ આવડત જોઈ લોકો સ્તબ્ધ થઈ જાય છે
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામની પ્રાચી નીતેશભાઈ વસાવા (ઉ.વ.૧૨) જાંબુઘોડા ગામની સ્કૂલમાં ધોરણ.૭ માં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. પ્રાચી નાનપણ થી તેના પિતા નીતેશભાઈ સાથે મેડિટેશન અને પ્રાણાયામ કરતી આવી છે અને તેના કારણે તેને આંખે પાટા બાંધવા છતાં હાથ માં આપેલ લખાણ સડસડાટ વાચવાની સિધ્ધિ મળી હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું.
પ્રાચી આઠેક વર્ષની હતી ત્યારથી એના પિતા નિતેશભાઈ પાસે મેડિટેશન અને પ્રાણાયામ શીખતી હતી, ત્યારબાદ હાલમાં ૨૦ દિવસથી એ આંખે પાટા બાંધી વાંચી શકે છે,
પ્રાચીની આ અનોખી સિધ્ધિ થી ગામના લોકો સાથે પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે, હજુ એ જ્યાં અભ્યાસ કરે છે તે જાંબુઘોડા શાળાના સંચાલકો કે અન્ય વિદ્યાર્થીઓને તેની આ સિધ્ધિ બાબતે જાણકારી નથી, કેમ કે પ્રાચી હાલ વેકેશનમાં તેના ગામ આવી છે, વેકેશન બાદ એ સ્કૂલ અને હોસ્ટેલ માં જશે ત્યારે ત્યાં પણ તેની આ સિધ્ધિ થી સૌ ખુશ થશે અને મેનેજમેન્ટ દ્વારા તેની આ અનોખી સિદ્ધિ જિલ્લા, રાજ્ય સહિત અનેક કક્ષા સુધી પહોંચાડાય તો પ્રાચી સાથે તેના પરિવાર અને શાળાનું નામ પણ આગળ આવશે.
પ્રાચી ની આ અનોખી સિધ્ધિ ની સાથે સાથે અન્ય બાબતોમાં પણ પ્રાચી હંમેશા અવ્વલ જોવા મળી છે જેમાં વાત કરીએ તો પ્રાચીએ ધોરણ ૫ માં તેની કેટની પરીક્ષામાં પણ નાંદોદ તાલુકાના માં બીજો નંબર મેળવી ડીડીઓ ના હસ્તે પ્રમાણપત્ર મેળવ્યું હતું તેમજ સરકારના કલા મહોત્સવ કાર્યક્રમમાં તેની શાળા તરફથી એક પાત્રિય અભિનય માં ભાગ લઈ પ્રાચીએ પ્રથમ નંબર મેળવ્યો હતો. આમ આદિવાસી પરિવાર ની આ નાનકડી દીકરી અને તેના નાનકડા પાચ વર્ષના ભાઈ આરાધ્યની બહેનએ અનોખી સિધ્ધિ મેળવી નર્મદા જિલ્લાનું નામ આગળ કર્યું છે
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
