તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Tuesday, 12th November 2024
રાજપીપળા ટાઉનહોલ ખાતે બીજેપીનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પોતાના મંતવ્યમાં આવનાર દિવસો મા ભારતીય જનતા પાર્ટીને વિજયના શિખરો સર કરવા કટીબદ્ધ બનવા અનુરોધ કર્યો

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા :148- નાદોદ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ સરદાર ટાઉન હોલ રાજપીપલા મુકામે રાખવામા આવ્યો હતો જેમાં મોટી સંખ્યા મા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખએ સરકારની વિવિધ યોજનાની માહિતી આપી આવનાર દિવસોમા ભારતીય જનતા પાર્ટીને વિજયના શિખરો સર કરવા કટીબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો. સાથે ઉપસ્થિત તમામ કાર્યકરોને નૂતન વર્ષના અભિનંદન પાઠવી ધારાસભ્ય દ્વારા સ્ટેજ પરથી ઉતરી નીચે બેઠેલા કાર્યકરોને પુષ્પ ગુંચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી સંગઠન ની વિસ્તૃત માહિતી આપવામા આવી, સાથે નવા મંડલોની રચનાની માહિતી માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમ મા શબ્દશરણ તડવી પૂર્વ મંત્રી, વલ્લભભાઈ જોષી એ શુભકામનાઓ પાઠવી, શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ દ્વારા સ્વાગત કરવા આવ્યું. મમતાબેન તડવી જિલ્લા સદસ્ય દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓ તેમજ ભગિનીઓનો આભાર દર્શન કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી, કાર્યક્રમ નુ સંચાલન જિલ્લા ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં તમામ જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી, મંડલ ના પ્રમુખો, મહામંત્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ,જિલ્લા સદસ્ય કિરણભાઈ વસાવા, હરેશભાઈ વસાવા જયંતીભાઈ વસાવા સરપંચો સહિત નાઓ.મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
