News of Tuesday, 12th November 2024
નર્મદામાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અને બટેટાના ભાવ બમણા થતા ભોજનમાંથી બંને ગાયબ
૪૦ રૂપિયે કિલો મળતી ડુંગળીના ભાવ પહેલા ૮૦ થયા બાદ હાલમાં સેંચૂરી પર પહોંચતા ૧૦૦ થયા, સામાન્ય લોકો માટે ખરીદ કરવી મુશ્કેલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે શાક ભાજી સહિત ડુંગળી,બટેટાની આવક ઘટતાં તમામના ભાવ આસમાને જતા ગૃહિણીઓ માટે કપરી સ્થિતિ સર્જાઈ છે
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ અતિશય વધતા નર્મદા જિલ્લાના મધ્યમ, ગરીબ પરિવારો ને કારમી મોંઘવારી માં જીવવું મુશ્કેલ બન્યું છે.રાજપીપળા માર્કેટમાં હાલ જોવા જઈએ તો 30 રૂપિયે કિલો મળતા બટેટા હાલમાં 50 રૂપિયા પર પહોંચ્યા અને ડુંગળી ના ભાવ બજારમાં 40 થી 50 રૂપિયે કિલો હતા એ વધી ને સેંચુરી પૂરી કરી છે એટલે કે કિલો ના 100 રૂપિયા થયા છે.
જ્યારે જ્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જોકે જ્યારે જ્યારે શાકભાજી ના ભાવ વધે છે ત્યારે ગરીબો માટે એકમાત્ર વિકલ્પ એ ડુંગળી-બટેટા હતો પરંતુ હાલ તેના ભાવ પણ ભડકે બળતા ભોજન માંથી જાણે આ બે વસ્તુઓ ગાયબ થવા લાગી છે.જોકે માલેતુજારો ને ભાવ ગમે એટલા વધશે તો કોઈ ફર્ક નહિ પડે પરંતુ આ મોંઘવારી ની ચક્કી માં આમ લોકો પીસાઈ રહ્યા છે. માટે સરકાર આ માટે સંગ્રહખોરો પર લગામ લગાવે અને ગરીબો તરફ જુએ એ જરૂરી બન્યું છે.
(1:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
