News of Tuesday, 12th November 2024
તિલકવાડા સરકારી હોસ્પિટલ પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર જર્જરિત હોવાથી રાહદારીઓને જીવનું જોખમ
આંગણવાડી કેન્દ્રની દીવાલમાં ઊગેલું મહાકાય વડનું વૃક્ષ પણ જોખમી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ નજીક આવેલું આંગણવાડી કેન્દ્ર જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યું છે અને આંગણવાડી કેન્દ્રની દિવાલમાં મહાકાય વડનું વૃક્ષ ઊગી નીકળતા દીવાલો પડવાની શક્યતાઓ જણાઇ છે, આ આંગણવાડી કેન્દ્ર વહેલી તકે ઉતારી લેવામાં આવે તેવી લોકમાંગ છે
ગુજરાત સરકાર દ્વારા બાળકોને શિક્ષણ આપવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે અને ખાસ કરીને નાના ભૂલકાઓ ને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે ઠેર ઠેર આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે અને આવું જ એક આંગણવાડી કેન્દ્ર તિલકવાડા સરકારી હોસ્પિટલ નજીક આવેલું છે પરંતુ આ આંગણવાડી ખૂબ જૂની હોવાથી જર્જરિત હાલતમાં છે જેના કારણે આ કેન્દ્ર ને બંધ કરી દેવામાં આવ્યું છે. આંગણવાડી કેન્દ્રની દિવાલમાં મહાકાય વડ નું વૃક્ષ ઊગી નીકળ્યું છે જેના કારણે દીવાલો પણ ફાટી ગઈ છે અને ખૂબ જર્જરિત હોવાથી તૂટી પડે તેવી સ્થિતિમાં છે, ત્યારે કેન્દ્ર ની બાજુમાં થી પસાર થાય છે તેમજ નજીકમાં તાલુકા પંચાયત અને સરકારી આરોગ્ય કેન્દ્ર હોવાથી દિવસ રાત લોકો ની અવર જવર થતી હોય છે અને આ અગણવાડી કેન્દ્ર ની દીવાલ તૂટી પડે અને કોઈ જાનહાની થાય તો તે માટે જવાબદાર કોણ... ? માટે આ આંગણવાડી કેન્દ્ર કોઈક માટે જીવલેણ સાબિત થાય તે પહેલા વહેલી તકે ઉતારી લેવામાં આવી તે જરૂરી જણાય છે
(1:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
