News of Tuesday, 12th November 2024
કાં સુધરો...કાં ગુજસીટોક કલમ હેઠળ લાંબી જેલયાત્રા માટે તૈયાર રહોઃ એસપી સાગર બાગમાર
કચ્છ પૂર્વના એસપી દ્વારા રીઢા ગુનેગારોનો મીની મેળો યોજવાના અભિયાનની અકિલા સમક્ષ રસપ્રદ વિગતો વર્ણવી :૩૮૫ ગુનેગારોને ચેતવણી સાથે તેમના પરિવારની જવાબદારીની શીખ આપી, પાંચ વર્ષથી વધુ ૩૮૭ આરોપીઓ હાજર રહ્યા : પ્રજાની સલામતી અને સુરક્ષા માટે ગંભીર ગુન્હાના જામીન પર રહેલ આરોપીઓના જામીન રદ કરાવવાની કાર્યવાહી પણ ઝડપભેર ચાલી રહી છે

રાજકોટ, તા.,૧૨: કચ્છ પૂર્વના એસપી સાગર બાગમાર દ્વારા કાયદો વ્યવસ્થા સુદ્રઢ રીતે જળવાઈ રહે તે માટે રીઢા ગુનેગારો પર પોલીસની ધાક હોવી ખૂબ જરૂરી છે, તેવું તારણ સૌરાષ્ટ્ કચ્છની વર્ષોની પરંપરાના અભ્યાસ પછી કાઢયું, યોગાનુયોગ તેવો સુરત હતા એ સમયે તત્કાલીન પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ પદ્ધતિ અમલમાં મુકેલ, હાલના જૂનાગઢ એસપી હર્ષદ મહેતા પણ સુરત હતા, અને એસ ટીમ દ્વારા આ પ્રકારના જે પગલાંઓ લેવાયા તેની ખૂબ મોટી અસર પડી હતી, આ બધી બાબતો ધ્યાને રાખી કચ્છ પૂર્વના એસપી સાગર બાગમાર દ્વારા તાજેતરમાં ગંભીર ગુન્હાના રીઢા આરોપીઓને એક સાથે પોતાના સાથી અઘિકારીઓની મદદથી બોલાવ્યા અને હવે આ પ્રકારની કોઈ ગુનાહાખોરી કરતા પકડાયા તો ગુજસી ટોકનાં કાયદા હેઠળની કલમ હેઠળ જેલમાં જવું પડશે, તેઓ દ્વારા ચેતવણી સાથે પોતાના સુરતના અનુભવ આધારે ખૂબ સમજાવટ કરી અને પોતાના પરિવાર માંટે પણ આવી ગુન્હાખોરીથી દૂર રહેવા અને બરબાદી અટકાવવા દાખલા દ્રષ્ટાંતો સાથે સમજ આપી હતી.
અકિલા સાથેની વાતચીતમાં કચ્છ પૂર્વ એસપી સાગર બાગમારે આ સુંદર અભિયાન અંગેની વિગતો અને સર્વત્ર જેની નોંધ લેવામાં આવી છે, તે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી વધુ સજાના ગુન્હાના આરોપીઓને એકઠા કરી લોકોના હિતમાં અને લોકોની સુરક્ષા અર્થે તેડાવી આવી ગુનેગારો કે મદદગારી અંગે આકરી કાયદાકિય જોગવાઈથી બચી શકાય તેનો એક રસ્તો છે, કે સુધરી જવું, હમ નહિ સુધરેંગે તેવું વલણ ગુનેગારો અને તેમના નિર્દોષ પરિવાર માટે પણ ખૂબ. મુશ્કેલી રૂપ બનશે, જેની સારી અસર થયાનું એમે અને અમારી ટીમે અનુભવ્યું હતું.
અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે રીઢા ગુનેગારો સુધર્યા વગર સમાજમાં ધાક જમાવી ખુલ્લા ફર્યા કરે તેને કારણે પ્રજાની હિંમત તૂટે અને રીઢા ગુનેગારોની હિંમત વધે તેવું ન થાય તે માટે લોક હિતમાં ગંભીર ગુન્હાના આરોપીઓના જામીન રદ કરાવવા કાર્યવાહી ચાલી રહી છે.
સમગ્ર આયોજનમાં ૧૭૦ ચીલ ઝડપનાં આરોપી, ૧૯૩ ખૂનનો પ્રયત્ન કરનાર આરોપી અને લૂંટ, ધાડનાં ગુનાના ૨૨ સહીત કુલ ૩૮૫ આરોપી હાજર રહ્યા હતા. જેમાં તમામ આરોપીઓનાં રેકર્ડ પોલીસ સ્ટેશનમાં હાથ ઉપર રહે તે માટે ડોઝીયર્સ ફોર્મ ભરવામાં આવ્યા હતા.
આ ઈન્ટ્રોગેશન કાર્યક્રમમાં પ્રોબેશન ડીવાયએસપી પરેશ રેણુકા અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી, ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા એલસીબી પીઆઈ એન એન. ચુડાસમા સાયબર પીઆઈ સહિત પોલીસ મથકોના પી.આઈ. પીએસઆઈએ હાજરી આપી હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
