News of Tuesday, 12th November 2024
અપીલ પેન્ડિંગ હોય ત્યારે IT દ્વારા લેણાંની રિકવરી ન થઇ શકે : હાઇકોર્ટ
૪ વર્ષથી પેન્ડીંગ છતાં બાકી ટેક્ષની માંગ સામે સ્ટે : પાંચ લાખ અપીલો ફેસલેસ સિસ્ટમ હેઠળ આવકવેરા કમિશનર સમક્ષ પેન્ડિંગ

અમદાવાદ, તા.૧૨: આવકવેરા કરદાતાની અપીલ પેન્ડીંગ હોષ તેવા સંજોગોમાં બાકી લ્હેણાંની રિકવરી તા થઈ શકે એવા અવલોકન સાથે હાઈકોર્ટે આવકવેરા વિભાગને અરજદાર કરદાતાઓની તરફેણમાં બાકી રિકવરીની વસૂલાત સામે મનાઈહુકમ ફરમાવી દીધો છે. એટલું જ નહી, ફેસલેસ અપીલ સીસ્ટમ હેઠળ આવકવેરા કમિશનર(અપીલ્સ) સમક્ષ છેલ્લા કેટલાક વર્ષોથી દાખલ અપીલો અને તેના સતત ભરાવાને લઇ પાંચ લાખથી વધુ અપીલોનો બેકલોગ ઘટાડવા મામલે આવકવેરા વિભાગના પ્રતિસાદને લઇ ખંડપીઠે નારાજગી વ્યકત કરી હતી.
રાજયની પાંચ કરદાતા કંપનીઓ દ્વારા આવકવેરા વિભાગની ટેક્સ આકારણી સામે કમિશનર ઓફ ઇન્કમટેક્સ(અપીલ્સ) સમક્ષ અપીલ કરી હતી. જે છેલ્લા ચાર વર્ષોથી પેન્ડીંગ હોવા છતાં અને તેની પર કોઈ આખરી નિર્ણય નહી આવ્યો હોવા છતાં બીજીબાજુ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા અરજદાર કંપનીઓને બાકી ટેક્સની વસૂલાત માટે દબાણ કરવામાં આવતાં આખરે કંપનીઓએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટના ધ્યાન પર આવ્યું હતું કે, આ પ્રકારની પાંચ લાખ જેટલી અપીલો ફેસલેસ ૬ અપીલ સીસ્ટમ હેઠળ આવકવેરા કમિશનર(અપીલ્સ) સમક્ષ પેન્ડીંગ છે અને વર્ષોથી આ અંગેના નિર્ણયોની રાહ જોવાઇ રહી છે.
અરજદાર કંપનીઓ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, અગાઉ માર્ચ-૨૦૨૦માં તેમના બેંક એકાઉન્ટ્સ એક્સેસ કરવાની હાઇ કોર્ટે મંજૂરી આપી હતી પરંતુ તે પછી પણ તેમની અપીલ પર કોઇ નોંધપાત્ર પ્રગતિ થઇ ન હતી. આવા સંખ્યાંબંધ કેસોમાં કરદાતાઓની અપીલોઇન્કમટેક્સ કમિશનર(અપીલ્સ) સમક્ષ અપીલો વર્ષોથી પડતર પડી રહી છે, જેના કારણે કરદાતાઓ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે, બીજીબાજુ, આઇટી ડિપાર્ટમેન્ટ તરફ્થી બાકી લ્હેણાંની વસૂલાત માટે સતત દબાણ અને હેરાનગતિ થઇ રહી છે.(૨૩.૧૪)
ITમાં કયાં કેટલી અપીલ પેન્ડિંગ
આ કેસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સતાધીશો તરફથી અદાલત સમક્ષ સ્વીકાર કરાયો હતો કે, આશરે ૫.૮ લાખથી વધુ અપીલો પેન્ડીંગ છે, જેમાં ૩.૯ લાખ ફેસલેસ સીસ્ટમ હેઠળ ઇન્કમટેક્સ કમિશનસઅપીલ્સ) સમક્ષ પેન્ડીંગ છે. જયારે ૮૦,૧૭૦ અપીલો નોન ફેસલેસ સૌસ્ટમ હેઠળ કમિશનર ઓફ ઇન્કમટેક્સ અપીલ્સ) સમક્ષ અને ૧.૦૯ લાખ અપીલો જોઇન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ(અપીલ્સ) સમક્ષ પેન્ડીંગ છે.
વિલંબ સામે કોર્ટની નારાજગી
હાઇકોર્ટે આ સમગ્ર મામલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને સત્તાવાળાઓના વિલંબિત વલણને લઇ બહુ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ સત્તાધીશો, સીબીડીટીના યેરમેન, ફાયનાન્સ સેક્રેટરી અને નેશનલ ફેસલેસ અપીલ સેન્ટરના પ્રિન્સીપાલ ચીફ્ને ગંભીર સવાલ કર્યો હતો અને આ પડતર અપીલોના બેક્લોગના નિવારણ માટે કોઇ નક્કર પ્લાન રજુ કરાયો નહી હોવાની ગંભીર આલોયના કરી હતી. જેથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જણાવાયું હતું કે. ફેસલેસ સીસ્ટમ હેઠળ ૨૭૯ કમિશનરો, નોન ફેસલેસ સીસ્ટમ હેઠળ ૬૪ કમિશનરો અને ૧૦૦ જેટલા જોઇન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ અપીલ્સને આ અપીલોના નિકાલની કામગીરી સૌપાયેલી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
