News of Tuesday, 12th November 2024
માહિતી આયોગ આર.ટી.આઇ. એકિટવિસ્ટોને માહિતી માંગતા રોકી શકે નહિ કે, બ્લેક લીસ્ટમાં મુકી શકે નહિઃ આવો કોઇ નિયમ-પરિપત્ર નથી
પૂર્વ કમિશનરના વિવાદી હુકમો સંદર્ભે હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ થયેલઃ કોઇપણ વ્યકિત મોબાઇલ ઉપર અરજી કરી માહિતી મેળવવા હકકદાર છેઃ હરેશ બુધવાણી

અમદાવાદ તા. ૧ર :.. ગુજરાત માહિતી આયોગના કમિશનર શ્રીઓને આર.ટી.આઈ એક્ટિવિસ્ટોને માહિતી માગતા રોકવા માહિતી અધિકાર કાયદો ૨૦૦૫ હેઠળ ના કાયદાકીય જોગવાઈ તેમજ બંધારણની કોઈ જોગવાઈ મુજબ બ્લેક લિસ્ટ કરવાની સત્તા જ નથી આવો કોઈ પરિપત્ર કે નિયમ નથી તેમ શ્રી હરેશ બુધવાણીએ જણાવ્યું છે.
તેમના કહેવા મુજબ જાહેર જનતા ને કે સરકારી એજન્સીઓમાંથી માહિતી માગતા રોકવા આરટીઆઈ એક્ટિવિસ્ટોને બ્લેક લિસ્ટ કરવાની ગુજરાત માહિતી આયોગના બંધારણ માં માહિતી અધિકાર કાયદો ૨૦૦૫ હેઠળ કોઈ જોગવાઈ કે પરિપત્ર કે નિયમ જ નથી આવું ગુજરાત માહિતી આયોગના જાહેર માહિતી અધિકારી હોદાની રુએ સેક્શન અધિકારી( આઈ ટી )શ્રીએ રાજકોટના અગ્રણી હરેશભાઈ બુધરાણીએ તા.૧૨-૧૦-૨૦૨૪ ના રોજ માંગેલી માહિતીના જવાબમાં તા.૨૩-૧૦-૨૦૨૪ ના રોજ કચેરીએ આપેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે.
અગાઉ ગુજરાત માહિતી આયોગના તત્કાલીન પૂર્વ કમિશનર દ્વારા ગુજરાત માહિતી આયોગના બંધારણ ની કોઈ જોગવાઈ મુજબ કે કાયદાની કોઈ જોગવાઈ મુજબ અરજદારોને સરકારી અર્ધ સરકારી એજન્સીઓ માંથી કે સરકાર શ્રી માંથી માહિતી માગતા રોકવા અરજદારોને બ્લેક લિસ્ટ કરવાની કોઈ જોગવાઈ ન હોવા છતાં ઘણા ખરા વિવાદિત હુકમો કરીને તેઓને મળેલી સત્તાનો દુરુપયોગ કરી ભારતીય બંધારણ તેમજ માહિતી આયોગના બંધારણ ની જોગવાઈઓનું પાલન કરવાને બદલે ખુલ્લેઆમ આબરૂ નું ધોવાણ ઉપરોક્ત કાયદા ને લુલો અને બુઠો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલ છે તેવું ગુજરાત માહિતી આયોગના જાહેર માહિતી અધિકારીએ હોદાની રુએ આપેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે. ગુજરાત માહિતી આયોગના તત્કાલીન પૂર્વ કમિશનર કે આર.ટી.આઈ એક્ટિવિસ્ટોને માહિતી માગતા રોકવા બ્લેકલિસ્ટ કરી અરજદારોને ખોટા હેરાન પરેશાન કરવામાં કરવામાં કોઈ પાછી પાની કરેલ નથી અને સરકારી એજન્સીઓના જાહેર માહિતી અધિકારીઓની તરફેણમાં વિવાદિત નિર્ણય આપી તેઓની તરફેણમાં પ્રીતિપાત્ર થતા હોય તેવું સાબિત થાય છે.
અત્યાર સુધી ગુજરાત માહિતી આયોગના પૂર્વ કમિશનરે હાઇકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જુદા જુદા હુકમો ના શબ્દોનો ખોટા અર્થઘટન કરી આરટીઆઇ એક્ટિવિસ્ટોને હેરાન કરવાના બહાને બ્લેકલિસ્ટ કરેલા છે જેથી સ્પષ્ટતા કરવા માટે ગુજરાત માહિતી આયોગ માંથી તા.૧૨-૧૦-૨૦૨૪ ના રોજ માહિતી માગવાની ફરજ પડેલ હતી જેના આધારે જાહેર માહિતી અધિકારી હોદાની રૂએ સેકશન અધિકારી ે તા.૨૩-૧૦-૨૪ ના રોજ આપેલી માહિતીના આધારે જેના હિસાબે ઘણા ખરા લોકો આ હુકમનો ઘણો લાભ થશે. જે લોકો આર.ટી.આઈ એક્ટિવસ્ટિો પૂર્વ કમિશનર ના વિવાદિત હુકમો નો ભોગ બનેલા છે તેઆ તેના વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેર હિત ની અરજી અને રીટ પિટિશન દાખલ કરેલ છે જેથી તેઓને બીજી મુદત માટે નિયુક્ત કરવામાં આવેલ નથી હાલમાં તેઓ વય મર્યાદાને કારણે નિવળત્ત થયેલા છે હાલમાં તેઓ ઘણા ખરા વિવાદિત નિર્ણયો અને હુકમો આપી ગુજરાત માહિતી આયોગના બંધારણની જોગવાઈ નું ખુલ્લેઆમ લીલમ અને આબરૂ નું ધોવાણ કરેલ છે અને તેઓની મળેલી સત્તાનો દુરુપયોગ પણ કરેલ છે માટે કોઈપણ અરજદારને માહિતી માગતો રોકવા આયોગને બ્લેકલિસ્ટ કરવાની કોઈ નિયમ કે જોગવાઈ પણ નથી.
આવો કોઈ હુકમ કે માર્ગદર્શન મેળવવું હોય તો નીચે મુજબના મોબાઇલ ઉપર પરથી સંપર્ક કરી મેળવી શકે છે અથવા રૂબરૂ મળી મેળવી શકે છે મોબાઈલ નંબર અને whatsapp નંબર ૭૦૨ ૩૯૩૯૩૯૨ પરથી સંપર્ક કરી મેળવી શકે છે માટે હવે જાહેર જનતા ને તેમજ આર.ટી.આઈ એક્ટિવિસ્ટોને વિનંતી કરવામાં આવે છે કે બિન્દાસ રીતે સરકારી કચેરીઓમાં સરકારી અર્ધસરકારી કચેરીઓમાં બિન્દાસ પણે માહિતી માગી શકે છે. તેમ શ્રી હરેશ બુધવાણીએ જણાવેલ છે. (
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
