<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધરતીકંપના અનુભવાયા આંચકા

જાનમાલને કોઈ નુકસાન નહીં થતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો

સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં ધરતીકંપના આંચકા અનુભવાયા છે. સટવાન, જૂના ઉમરપાડા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે 6 વાગ્યે ધરતી કંપના હળવા આંચકા આવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઘરના વાસણો ખખડતા ધરતીકંપ આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. લોકોએ તંત્રને ભૂકંપ અંગેની જાણ કરી હતી. જાનમાલને કોઈ નુકસાન નહીં થતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો છે.

(2:06 PM IST)