News of Tuesday, 12th November 2024
આ મહિનાના અંત સુધીમાં અમૂલ યુરોપની બજારોમાં પ્રવેશસે
ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયેન મહેતાએ જણાવ્યું હતું કે અમુલ અમેરિકામાં તેની પ્રોડક્ટો લોન્ચ કર્યા પછી હવે આ મહિનાના અંત સુધીમાં યુરોપિયન બજારમાં પ્રવેશશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ ના વાર્ષિક કોન્વોકેસનમાં શ્રી મહેતાએ કહ્યું કે અમે આ મહિનાના અંત સુધીમાં યુરોપમાં દૂધ અને અન્ય તાજા ઉત્પાદનો લોન્ચ કરીશું. કંપની પહેલા સ્પેનમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરશે અને પછી વિસ્તરણ પર વિચાર કરશે
તેમણે એમ પણ કહ્યું કે અન્ય દેશોમાં ભારતીય ડેરી ઉદ્યોગ દ્વારા નોન ટેરીફ અવરોધોનો સામનો કરવો પડે છે તેને દૂર કરવાથી નિકાસમાં વધારો થવામાં મદદ મળશે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
