<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી સંલગ્ન કોલેજોને ઓટોનોમસ માટે એસ.ઓ.પી. જાહેર

યુજીસીમાં દરખાસ્‍ત પહેલા ૧પ દિવસમાં દસ્‍તાવેજોની ચકાસણી કરાશે

રાજકોટ તા. ૧રઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) હાલ આગામી સમયમાં ઓટોનોમસ સ્‍ટેટસ મેળવવા માંગતી કોલેજો માટે ખાસનીતિ જાહેર કરી છે.

જીટીયુની સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર જાહેર થઇ છે કોઇપણ જીટીયુ સંલગ્ન કોલેજો ઓટોનોમસ સ્‍ટેટસ માટે યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશનમાં અરજી કરે તે પહેલા યુનિવર્સિટી હાલ ઇન્‍સ્‍પેકશન કરવામાં આવેલ યુનિવર્સિટીની ભલામણના આધારે જ કોલેજને ઓટોનોમસ દરજજો આપવો કે નહી તે નકકી કરવામાં આવશે.

ઓટોનોમસ દરજ્‍જા માટે યુનિવર્સિટીની ભૂમીકા મહત્‍વની બની જાય છે. અરજી કર્યાના ૧પ દિવસમાં જ યુનિવર્સિટી  દ્વારા જે તે કોલેજની ચકાસણી હાથ ધરવામાં આવશે. 

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આ માટે સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર જાહેર કરવામાં આવી છે.

(2:51 PM IST)