<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

બાપ્‍સ મંદિરના પૂજારીએ ભૂંડા લખણ ઝળકાવ્‍યાઃ ફરીયાદ

જમવાનું આપવાના બહાને યુવતીને રસોડામાં લઈ જઈ એકલતાનો લાભ ઉઠાવતો

આણંદ, તા. ૧૨ : જિલ્લાના ઉમરેઠ સ્‍વામિનારાયણ મંદિરના પૂજારીએ યુવતી સાથે દુષ્‍કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. આ કેસમાં સ્‍વામિનારાયણ મંદિરના પૂજારીએ યુવતી સાથે દુષ્‍કર્મ આચર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્‍યા હતાં.

જેમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ યુવતીએ મંદિરના પૂજારીની સંડોવણી હોવાનું નિવેદન આપ્‍યું હતું. આ મામલે પોલીસે પૂજારી સામે દુષ્‍કર્મની ફરિયાદ દાખલ કરી છે અને પૂજારીની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે.

પૂજારી કાંતિ વાઘેલા એક વર્ષ સુધી યુવતી સાથે દુષ્‍કર્મ આચરતો રહ્યો. પૂજારીએ આ બાબત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ કુકર્મથી યુવતીને ગર્ભ રહી ગયો હતો અને યુવતીએ મળત નવજાત શિશુને જન્‍મ આપ્‍યો હતો. બાદમાં યુવતીએ શહેરના રામ તળાવ પાસે શિશુને ત્‍યજી દીધું હતું. યુવતીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં મોકલવામાં આવી હતી.

(4:03 PM IST)