<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

વડતાલમાં પૂ. રાકેશ પ્રસાદજી મહારાજના હસ્‍તે ૪૭ પાર્ષદોને સંતની દિક્ષા અર્પણ

બીટેક ઇલેકટ્રીક એન્‍જીનીયર, બીએડ સોફટવેર એન્‍જીનીયર, બીએસસી, બીએડ પ્રિન્‍સીપાલ સહિતની ડિગ્રી ધરાવતા યુવકો હવે સંત તરીકે ઓળખાશે

રાજકોટ, તા. ૧ર : સ્‍વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્‍ચતીર્થ સ્‍થાન વડતાલની પુણ્‍યભૂમિ પર આજે મંગળવારના શુભ દિને યોગાનુયોગ વડતાલ ખાતે ઉજવાય રહેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્‍દી મહોત્‍સવમાં પ્રબોધની એકાદશીના પવિત્ર મુહૂર્તમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્‍તે ૪૭ પાર્ષદોએ દીક્ષા લીધી હતી. ગોપાળાનંદ સ્‍વામીના આસને ભાગવતી દિક્ષાવિધિવત સંપન્ન થઈ હતી.

 

ભગવાન સ્‍વામિનારાયણે પ્રવર્તાવેલ ૨૦૦મો કાર્તકી સમૈયો અને વડતાલ દ્રિશતાબ્‍દી મહોત્‍સવ ચાલી રહ્યો છે. ૭થી ૧૫ નવેમ્‍બર ૨૦૨૪ સુધી ચાલનારા આ મહોત્‍સવમાં આજ રોજ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે વડતાલગાદીના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના  હસ્‍તે ૪૭ મુમુક્ષુઓએ દિક્ષા ગ્રહણ કરીને સંપૂર્ણ જીવન સેવા-સાધના માટે શ્રીહરિકળષ્‍ણ મહારાજને સમર્પિત કર્યુ છે.  જેમાં ઉચ્‍ચ અભ્‍યાસ કરનારા સહિત પ્રિન્‍સિપાલે હરિકળષ્‍ણ મહારજની સેવામાં તેમનું જીવન સમર્પિત કર્યું છે.

સંપ્રદાયમાં આ પાર્ષદ-સંતો ઉચ્‍ચ ડિગ્રી ધરાવે છે.જેમાં   પાર્ષદ નિશિત ભગત (B.Tech. EC) સાધુ યતિપ્રકાશદાસ.  પાર્ષદ નિશિત ભગત (B.Tech. EC) સાધુ યતિપ્રકાશદાસ. - પાર્ષદ નારાયણ ભગત (B.Sc. B.Ed. Principal) સાધુ ધરચરણદાસ.  પાર્ષદ નારાયણ ભગત (B.Sc. B.Ed., Principal) સાધુ શ્રીધરચરણદાસ.  પાર્ષદ પ્રિયાંશુ ભગત (Soft. Eng.) સાધુ પરમચૈતન્‍યદાસ.  પાર્ષદ શ્રેય ભગત (BCA) સાધુ શ્રેયસ્‍વરૂપદાસ.  પાર્ષદ ધ્રુવ ભગત (B.Com) સાધુ મૂર્તિજીવનદાસ.  પાર્ષદ પ્રિયંક ભગત (B.Com) હવે સાધુ પ્રબોધજીવનદાસ. - પાર્ષદ હિતાર્થ ભગત (BBA) સાધુ હરિદેવચરણદાસ. - પાર્ષદ જેનીશ ભગત (12 Sci.) સાધુ જયતીર્થદાસ.એ દિક્ષા ગ્રહણ કરી હતી.

(4:30 PM IST)