<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેવી શતાબ્‍દી મહોત્‍સવમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્‍થિતિ

રાજકોટ, તા. ૧ર : વડતાલમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્‍થિત રહ્યા હતા. અને સંબોધન કર્યુ હતું.

આજે સવારે મંગળા આરતી, કસર જળ અભિષેક, શણગાર આરતી, થાળ, રાજભોગ આરતી, પોઢાડવા, રાજોપચાર (૩.૩૦ થી ૭.૪પ હાટડી) (જળયાત્રા) સંધ્‍યા આરતી, દર્શન બંધ -થાળ શયન આરતી અખંડ પ્રદક્ષિણા/ અખંડ સંકિર્તન/ અખંડ મંત્રલેખન/ અખંડ વાંચન કાર્યક્રમો યોજાયા હતા.

મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ આરાધ્‍ય સ્‍વરૂપ શ્રી હરિકૃષ્‍ણ મહારાજ, આદી આચાર્ય એવં નંદ સંતોનું પુષ્‍પ, તુલસી, મોતીથી, કળશ પૂજન, અખંડ દંડવત, શિક્ષાપત્રી શ્‍લોકગાન દ્વારા ધાન્‍યાભિષેક, સર્વમંગલ સ્‍તોત્ર મંત્ર દ્વારા, ૧૦૮ ઔષધીયોથી મહાભિષેક તથા રાજભોગ (પ૬ ભોગ)થી સપ્તાઆવર્તન ષોડશોપચાર મહાપૂજન થશે.

આજે સાંજે પ-કલાકે પ.પૂ. ૧૦૮ વલ્લભકુલભુષણ શ્રી દ્વારકેશલાલજી મહારાજ- અમરેલી અને શ્રી શરદરાવ ઢોલે- અખિલ ભારતીય ધર્મ જાગરણ પ્રમુખશ્રી, રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ ઉપસ્‍થિત રહેશે.

(4:32 PM IST)