<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

આગામી તારીખ ૧૪, ૧૫ નવેમ્બરે તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતેના મંદિરે ભવ્ય મેળો ભરાશે

આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો વાહનો મારફતે તથા પગપાળા આવે છે:મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું લાગુ કરાયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળ:આગામી તા.૧૪-૧૫મી નવેમ્બર-૨૦૨૪ દરમિયાન તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે આવેલ ભાથીજી મહારાજ તથા શંકર ભગવાનના મંદિરે મેળો ભરાનાર છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો નાના-મોટા વાહનો મારફતે તથા પગપાળા આવતા હોય છે. જેના કારણે મંદિર નજીકના રાજપીપળા-બરોડા-બોડેલી તરફના વાહનોની અવરજવરથી હાઇવે રોડ પર ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે અને ભેગી થનાર જનમેદનીને અવરોધરૂપ થતી હોવાથી કાયદો અને વ્યવસ્થાને અસર થાય છે. તેમજ ભારે વાહનોની અવરજવરથી અકસ્માતના કારણે જાનહાનિ થવાની શક્યતાઓ રહેતી હોય છે. જેથી મેળા દરમ્યાન આ રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે. ઉંધાડ દ્વારા ભારે વાહનોના રૂટ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.


તા.૧૩ નવેમ્બરથી ૧૫મી નવેમ્બર-૨૦૨૪ સુધી ભારે વાહનો માટે અપાયેલા રૂટ ડાયવર્ઝન મુજબ દેડીયાપાડા તથા રાજપીપળા તરફથી બોડેલી તરફ જતા ભારે વાહનો ખામરથી વીરપોર ચાર રસ્તા થઈને પોઈચા તરફ જશે. જ્યારે બોડેલી તરફથી રાજપીપળા આવતા ભારે વાહનો દેવલીયાથી તિલકવાડા થઈને ડભોઈ-વેગા તરફ જશે. આ જાહેરનામાની અમલવારી તા.૧૩/૧૧/૨૦૨૪ થી તા.૧૫/૧૧/૨૦૨૪ સુધી કરવાની રહેશે

(1:14 AM IST)