News of Wednesday, 13th November 2024
રાજપીપળા સ્ટેશન રોડની ગૌતમ મોબાઈલ નામની દુકાનમાંથી મોબાઈલ ફોન ચોરી કરનાર બે ઝડપાયાં
કેવડીયા તરફ રહેતા અને આસપાસના ગામડાઓમાં કુકર રીપેરીંગ કરવાનું કામ કરતા બે શખ્સોએ ગૌતમ મોબાઈલમાંથી માલિકનો ફોન ચોરી કર્યો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાંથી કેટલીકવાર મોબાઈલ ફોન ચોરી થવાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે અને હાલમાં રાજપીપળાના મુખ્ય બજાર સ્ટેશન રોડ પર આવેલી ગૌતમ મોબાઈલ શોપમાંથી માલિકના ફોનની ચોરી થતા માલિકે ફરિયાદ આપી હતી જેમાં બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે
પ્રાપ્ત વિગતો અનુસાર ગૌતમ મોબાઈલ શોપ ના માલિક મહેશભાઈ શંકરભાઈ પટેલ (રહે.નવાપરા પન્નાલાલ સ્ટ્રીટ રાજપીપળા )એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની દુકાનમાં રીચાર્જ કરવા માટે સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન જેની કિં.રૂ. ૧૬, ૪૯૯/- દુકાનના કાઉંટર ઉપર મુકી જમવા માટે ગયેલ તે વખતે કોઈ અજાણ્યો ચોર ઈસમ આ ફોન ચોરી કરી લઈ ગયો હોય રાજપીપળા પોલીસે આ મુદ્દે ગુનો દાખલ કરી ગણતરી ના કલાકો માં બે યુવાનો ને ચોરી ના મોબાઈલ સાથે ઝડપી લીધા હતા.
પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ પકડાયેલા બે શખ્સો કેવડીયા તરફના છે અને આસપાસ ના ગામો માં કુકર રીપેરીંગ નું કામ કરવા જતાં હતાં.
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
