<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

નર્મદા : પત્ની સાથે આડા સંબંધનો વ્હેમ રાખી પાઇપ વડે હુમલો કરી ફેક્ચર કરનાર વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઝુંડા ગામ પાસે બનેલી ઘટનામાં એક શખ્શે પત્ની સાથે આડા સંબંધનો વ્હેમ રાખી બીજા શખ્શને લોખંડની પાઇપ મારી ઇજા કરતા ગુનો દાખલ થયો છે
    પ્રાપ્ત માહિતી અનુસાર સતિષભાઈ જેસલભાઈ તડવી (ઊ.વ.૩૧) ધંધો- મજુરી( રહે. માથાવાડી ( મંદિરવાળું ફળીયું ઉમરવા જોશી ) તા.ગરૂડેશ્વર .જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની મો.સા.લઈને પોતાના ગામથી રાજપીપલા મજુરી કામે જતા હતા તે વખતે નાના ઝુંડા ગામ પાસે રોડ ઉપર ઉભા હતા ત્યારે સુનીલભાઈ ગણપતભાઈ તડવી( રહે, નાના ઝુંડા તા. ગરૂડેશ્વર જી.નર્મદા )તેમની પાસે આવી કહેવા લાગેલ કે કેમ ત્રણ મહીના પહેલા મારી પત્નિ સાથે આડા સંબંધ રાખેલ તેવો વહેમ કરી તેના હાથમાંની લોખંડની પાઈપ વડે સતિષભાઈ ના ડાબા હાથ પર એક સપાટો મારી ફ્રેક્ચર કરી, ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:17 AM IST)