News of Wednesday, 13th November 2024
વડોદરામાં સવારે પિઝા શોપ ઉપર આગ લાગવાની કારણે લોકોમાં ભાગદોડ
ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી :કોઈ મોટી જાનહાની થતા બચી ગઈ

વડોદરા શહેરમાં આજે વહેલી સવારે પિઝા શોપમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ લોકોની નાસભાગ મચી ગઈ હતી. અને ફાયર વિભાગને તાત્કાલિક ફોન કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અને મોટી જાનહાની થતા બચી ગઈ હતી.
વડોદરા શહેરમાં આવેલા સમાં સાવલી રોડ ઉપર આજે વહેલી સવારે અચાનક પિઝા શોપ ઉપર કોક કારણ સર આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ લોકોમાં દોડ ધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાટ સ્વરૂપ હતી. કે આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અને કોઈ મોટી જાનહાની થતા રોકી દીધા હતા.
જે પિઝા શોપ ઉપર આગ લાગી હતી. તેના ઉપર એક હોસ્પિટલ આવેલુ છે. ત્યા સુધી આગ પ્રસરી હતી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. અને એક મહિલાની ડિલેવરી પણ હતી. પણ આગ લાગવાની સાથે જ તે મહિલાને બીજી જગ્યા ઉપર ખસેડવામાં આવી હતી. અને આગ લાગતાની સાથે જ બારીના કાચ તોડી ગયા હતા. અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અત્યારે ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણે કાબૂ મેળવી લીધો છે. અને કોઈ જાનહાની નથી.
સમા સાવલી રોડ ઉપર પિઝા શોપમાં આગ લાગી ત્યારે પિઝા શોપમાં સવાર હોવાને કારણે કોઈ પણ પ્રકારની ગ્રાહક હાજર ન હતી. જેથી મોટી દુર્ધટના થતા બચી ગઈ હતી. અને લોકોમાં બચાવ થયો હતો. પણ આગ કેવી રીતે લાગી તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને આ બિલ્ડીંગ પાસે એનઓસી છે. કે નહી તે પણ જાણવામાં આવશે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
