News of Wednesday, 13th November 2024
ખ્યાતી હોસ્પીટલ મામલે ભુપેન્દ્રભાઇએ બેઠક બોલાવીઃ તપાસ અધિકારીઓને કડક પગલા લેવા આપ્યા નિર્દેશ

અમદાવાદ તા. ૧૩: ખ્યાતિ હોસ્પીટલનું લાયસન્સ સસ્પેન્ડ કરાશે સાથે જવાબદારોના લાયસન્સ પણ રદ કરવામાં આવશે. સમગ્ર મામલે રાજય સરકાર ફરિયાદી બનશે. સર્જરીમાં સામેલ ડોકટરોને પણ સસ્પેન્ડ કરાશે. આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલની હાજરીમાં મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
આ મામલે પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે. હોસ્પીટલ સામે વધુ એક ફરીયાદ દાખલ થશે. પોલીસ દર્દીઓના નિવેદન નોંધશે.
ખ્યાતિ હોસ્પિટલને લઇને આરોગ્યમંત્રીની સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ પણ બેઠક બોલાવી ખ્યાતિ હોસ્પિટલની તપાસ કરનારા પોલીસ અધિકારીઓ ઝોન-૧ના ડીસીપી, વષાાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સાથે ચર્ચા કરી પોલીસ તપાસના રિપોર્ટ અંગે માહિતિ મેળવી હતી. હોસ્પિટલ સામે લેવાનારા પગલાં અને આગામી ગાઇડલાઇન સંદર્ભે પણ ચર્ચા કરી હતી.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
