News of Wednesday, 13th November 2024
સુરતમાં ઝડપાયેલ ઇન્ટરનેશનલ ગેંગ દેશભરમાં ૮૬૬ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ હોવાનો ધડાકો
અલગ અલગ રાજ્યોમાં ૨૦૦ થી વધુ એફઆઇઆર : સૌરાષ્ટ્ર કનેક્શન પણ ખૂલ્યું : પોલીસની સતર્કતાથી કેટલાક આરોપી દુબઈ નાશે તે પહેલાં મુંબઈ એરપોર્ટથી ઝડપી લેવાયા :દુબઈ કનેક્શનવાળી ચાઇનીસ ગેંગની અંડરમાં ડિજિટલ એરેસ્ટ સહિતના તમામ સાયબર ફ્રોડનાં ષડયંત્રનો પર્દાફાસ કરવા સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા જાગળતિ રાખવામાં આવી : એસીપી શ્વેતા ડેનિયલ ટીમને બમ્પર સફળતા.

રાજકોટ, તા.૧૩: ડિજિટલ એરેસ્ટ સહિત તમામ પ્રકારના સાયબર ક્રાઈમ આચરવાનાં જેમના પર આરોપ છે તેવી સુરતથી ઝડપાયેલ ઇન્ટરનેશનલ ગેંગના સભ્યો દેશભરમાં ૮૬૬ થી વધુ ગુન્હાઓમાં સંડોવાયા સાથે તેમના પર ૨૦૦ થી વધુ એફઆઇઆર થયાનો ધડાકો સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી સુરત સાયબર ક્રાઇમ એસીપી શ્વેતા ડેનિયલ ટીમ દ્વારા થતા મોટો ખળભળાટ મચી ગયો છે.
અત્રે એ યાદ રહે કે સુરત સાયબર ક્રાઇમ દ્વારા સરથાણામા આવેલ એક બેંકની બ્રાન્ચના રેડની કાર્યવાહી કરી અને ૬ લોકોની ધરપકડ કરી હતી.
જેમની પાસેથી મોબાઈલ ૯, ટેબ્લેટ ૧, કેનેરા બેન્કની ૧૬ કીટ, અલગ અલગ બેંકનાં ૧૯ ડેબિટ કાર્ડ સંખ્યાબંધ સીમકાર્ડ મળી આવ્યા હતા. આ સિવાય વિવિધ બેંકનાં ખાતા ખોલવા માટેના ફોર્મ સહિતની સામગ્રી કબ્જે કરવામાં સાથે આધારકાર્ડ, પાનકાર્ડ કબ્જે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અજય અને મિલનના નામ સપાટી પર આવતા, બનાવની ગંભીરતા પારખી તપાસની ઝીણવટભરી નજર રાખતા સીપી અનુપમસિંહ ગેહલોત મૂળ સુધી પહોંચવા તમામની ઊંડી તપાસ કરવાં માર્ગદર્શન આપેલ, જે તપાસ દરમિયાન મહત્વની બાબતો ખુલ્લી હતી.
આરોપી મિલન વાઘેલા અને અજય ઇટાલીયાની તપાસ કરતા હતા તે દરમ્યાન તેમની ગેંગના સભ્યો સ્વાધ્યાય કોમ્પલેક્ષ, ગોપીનાથ સોસાયટી, લજામણી ચોક, મોટા વરાછા, સુરત ખાતે ભાડેથી ઓફીસ રાખી સાયબર ક્રાઇમ આચરવા માટે બેંકની કીટો, પાસબુક તથા નેટ બેંકીંગથી અલગ અલગ બેંક એકાઉન્ટો ઓપરેટ કરતા હોવાની બાતમી હકીકત મળી આવેલ હોય તે આધારે સદરહું જગ્યાએ તા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ રેઇડ કરતા આરોપી (૧) અજય S/O આનંદભાઇ ગણેશભાઇ ઇટાલીયા, ઉ.વ.૩૬ ધંધો-બેકાર રહે.એ-૩૦૧, પંચતત્વ રેસીડેન્સી, નંદચોક પાસે, અબ્રામા રોડ, મોટા વરાછા, સુરત મુળ રહે.ગામ-પાંચ પીપળા તા.તળાજા જી.ભાવનગર (૨) જલ્પેશ S/O ભવાનભાઇ રવજીભાઇ નડીયાદરા, ઉ.વ.૩૪ ધંધો-નોકરી રહે.બી-૪૦૧, શ્રીજી એન્કલેવ, તાપી આર્કેડ પાસે, મોટા વરાછા, અબ્રામા રોડ, સુરત. મુળ ગામ-પીયાવા તા.સાવરકુંડલા, જી.અમરેલી (૩) વિશાલ S/O અરવિંદભાઇ જસમતભાઇ ઠુમ્મર ઉ.વ.૩૫ ધંધો-નોકરી રહે.પ્લોટ નં.૧૫૩, પહેલા માળે, ઓફીસ નં.૧૦૭, સ્વાધ્યાય કોમ્પલેક્ષ, ગોપીનાથ સોસાયટી, લજામણી ચોક, મોટા વરાછા, સુરત તથા ફ્લેટ નં. એ-૫૦૭, જાનવી રેસીડેન્સી, બાપાસીતારામ ચોક, નહેર રોડ, કામરેજ, સુરત મુળ રહે.ગામ-કરમદીયા તા.મહુવા જી.ભાવનગર નાઓ મળી આવેલ હતા તેમ એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યુ હતું.
(૨) કેતન S/O મગનભાઇ વેકરીયા ઉ.વ.૩૩ ધંધો-બેકાર રહે.ઘર નં.૫૦, શુભમ રો હાઉસ, મંન મંદિર સોસાયટીની બાજુમાં, રંગોલી ચોકડી, વેલંજા ગામ, તા.ઓલપાડ જી.સુરત મુળ રહે.ગામ-મોટા ખુટવડા તા.મહુવા જી.ભાવનગર. ગુનાહિત ઇતિહાસ-ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૧૫૨૨૦૦૬૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ (૩) દશરથભાઇ S/O રામજીભાઇ ધાંધલીયા રહે.સુરત (૪) જગદિશ S/O કાંતીભાઇ અજુડીયા હાલ રહે.દુબઇ
તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે કે આરોપીઓ દુબઇ ખાતેથી ચાઇનીઝ ગેંગના તથા અન્ય દેશના સાયબર ક્રાઇમ આચરતા માણસોના સંપર્કમાં રહી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડીજીટલ અરેસ્ટ, ટાસ્ક ફ્રોડ, જોબ ફ્રોડ તથા અન્ય વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ ફ્રોડ આચરનારાને નાણા ટ્રાન્સફર કરવા માટે એકાઉન્ટ પૂરા પાડી ગુન્હા આચરતા આવેલ છે. આ સાયબર ક્રાઇમના નાણા આરોપીઓ દ્વારા દુબઇ ખાતેથી વિડ્રો કરવામાં આવે છે.
આ સાયબર ક્રાઇમના ગુન્હામાં નાસતા ફરતા આરોપી હિરેનકુમાર લ્/બ્ પ્રવિણભાઇ બરવાળીયા રહે.આઠમો માળ, વ્રજરાજ રેસીડેન્સી, વ્રજચોક, સરથાણા, સુરત. મુળ ગામ-આંબા, તા.લીલીયા, જી.અમરેલી હાલ રહે.દુબઇ નાઓનું તપાસ દરમ્યાન નામ ખુલતા સદર આરોપીને ટૂંકા ગાળામાં એલ.ઓ.સી. ઇસ્યુ કરાવવામાં આવેલ અને સદર આરોપી ગઇકાલે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દુબઇ ખાતે જવાનો પ્રયત્ન કરતા એરપોર્ટ ખાતેથી આજરોજ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
