News of Wednesday, 13th November 2024
સુરતમાં ભેસ્તાન પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો : સ્કોર્પિઓ કારથી ટક્કર મારી :પોલીસની PCR વાન ફંગોળાઈ
ઊંન વિસ્તારના શખ્સે હયાતનગર સ્થિત હિન્દ હોટલ સામે ટપોરીએ પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો

સુરતમાં ભેસ્તાન પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો છે. ઊંન વિસ્તારના શખ્સે હયાતનગર સ્થિત હિન્દ હોટલ સામે ટપોરીએ પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. PCRને ફિલ્મી સ્ટાઈલમાં ટક્કર મારી હતી
. માથાભારે યુનુસ મુઝફ્ફર પઠાણ નશામાં હોવાનું પોલીસનું અનુમાન છે. ટપોરીએ કાળા કલરની સ્કોર્પિઓ ગાડીમાં બેસી હુમલો કર્યો હતો. સ્કોર્પિઓ કાર સ્પીડ વધારે હોવાથી પોલીસની PCR વાન ફંગોળાઈ હતી. સુરત પોલીસે, પોલીસ કર્મચારીઓની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોધ્યો છે
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
