<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

અમદાવાદના મીઠાખળી છ રસ્તા પાસે આઈ ટેન કારે બે બાઈકને અડફેટે લીધા :એકનું ઘટના સ્થળે મોત

અકસ્માતના ગણતરીના કલાકોમાં આરોપીને મીઠાખળી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો

અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ટ રનનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. ત્યાર આ વખતે અમદાવાદમાં આવેલા મીઠાખળી છ રસ્તા પાસે આ ઘટના બની છે. આ ઘટનામાં આ એક યુવકનું મોત નિપજ્યું છે. જોકે આ સમગ્ર મામલે મીઠાખળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે આ ઘટનાના ગણતરીના કલાકોમાં આરોપીને મીઠાખળી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

 

મળતી માહિતી મુજબ, મીઠાખળી છ રસ્તા પાસે સાંજના સમયે એક પૂરપાટે આઈ ટેન કાર આવી રહી હતી. ત્યારે કારચાલકે પોતાના સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યું હતું. તેના કારણે આ આઈ ટેન કારચાલકે 2 બાઈક સવારને અડફેટે લીધો હતો. ત્યારે ઘટનાસ્થળ ઉપર આ બંને બાઈક ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરંતુ તેમાંથી એક બાઈક ચાલકનું ઘટનાસ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું.

અન્ય બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ત્યારે પોલીસ મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. તેની સાથે ઘટનાસ્થળ ઉપર હાજર કારના આધારે આરોપીને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે આ સમગ્ર ઘટનાને લઈ મીઠાખળી પોલીસે સ્થળનું પંચનામુ કરી તપાસ હાથ ધરી છે.

(9:53 PM IST)