<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

રાજપીપળા ખાતે ત્રી.દિવસીય રાજ્ય કક્ષાની જીન્માસ્ટીકની વિવિધ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો

અહીંયાથી ઘણા ખેલાડીઓ નેશનલ લેવલે વિવિધ રમતો રમી મેડલ પ્રાપ્ત કરી ચુક્યા છે, પરંતુ અહીંયા જીન્માસ્ટીકની રમતોને ઘણું મહત્વ આપવામાં આવે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ અંબુભાઈ પુરાણી ભવનમાં રાજ્ય કક્ષાની ત્રીદિવસીય ચાલનારી વિવિધ જીન્માસ્ટીક સ્પર્ધાઓ શરૂ થઈ છે જેનું ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા તેમજ ગુજરાત જીન્માસ્ટીક એસોસિએશનના સેક્રેટરી કૌશિક બીડીવાલા સાથે નર્મદા જિલ્લા રમતગમત અધિકારી અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી સ્પર્ધાનો પ્રારંભ કરવામા આવ્યો હતો.


નર્મદા જિલ્લામાં ગુજરાત જીન્માસ્ટીક એસોસિએશન દ્વારા જીન્માસ્ટીકની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે,  જીન્માસ્ટીકની આ વિવિધ સ્પર્ધાત્મક રમતો રાજપીપળા ખાતે અમ્બુભાઈ પુરાણી ભવનમાં રમાશે, અહીં વર્ષોથી સ્પોર્સ્ટર્સની વિવિધ રમતો ની સ્પર્ધાઓ યોજાતી આવી છે, અહીંથી ઘણા ખેલાડીઓ નેશનલ લેવલે વિવિધ રમતો રમી મેડલ પણ પ્રાપ્ત કરી ચુક્યા છે, પરંતુ અહીં જીન્માસ્ટીકની રમતોને ઘણું પ્રાવધાન આપવામાં આવે છે, માટે આજરોજ ગુજરાત જીન્માસ્ટીક એસોસિએશન દ્વારા અહીં ત્રી દિવસીય રાજ્ય કક્ષાની જીન્માસ્ટીકની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ગુજરાત ભરમાંથી જીન્માસ્ટીક ખેલાડીઓ અહીં આવી ચુક્યા છે, જેઓ ત્રણ દિવસ સ્પર્ધામાં ભાગ લેશે અને ત્યારબાદ આવનારા દિવસોમાં અહીં વિજેતા થયેલ ખેલાડીઓ સુરત ખાતે સ્પર્ધામાં ભાગ લઈ નેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કરે તેવા આશય થી આજે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

(12:29 AM IST)