News of Thursday, 14th November 2024
ડેડીયાપાડા પોલીસે બે ગામમાં જુગાર પર રેઇડ કરી પણ ફક્ત રૂપિયા ૧૨૩૦નો મુદ્દામાલ કબ્જે લઈ કુલ ૦૯ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં દરરોજ દરેક પોલીસ સ્ટેશનોમાં દારૂ, જુગાર બાબત ના ગુના નોંધાઈ છે પરંતુ ક્યારેક તો જુગારના ગુનામાં મુદ્દામાલની નજીવી રકમ સામે આરોપીઓ ની સંખ્યા ઘણી વધુ હોય ત્યારે આશ્ચર્ય લાગે છે. હાલ માં ડેડીયાપાડા પોલીસે બે ગામો માં જુગાર પર છાપા તો માર્યા પણ તેમાં મુદ્દામાલની મામૂલી રકમ સામે જુગારીઓ વધુ જોવા મળ્યા હતા
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે ઝાંક ગામની સીમમા આવેલ મનહરભાઈ ભરતભાઈ વસાવા રહે.ઝાંક તા. દેડીયાપાડા જી.નર્મદા નાઓના ખેતર નજીક હારજીત નો જુગાર રમી રમાડતા (૧) જાતરીયાભાઇ રતિલાલ ભાઇ વસાવા(૨) વિજયભાઇ મુળજીભાઇ વસાવા (૩) અંકિતભાઇ શંકરભાઇ વસાવા (૪) હરેશભાઇ ફુલસીંગ ભાઈ વસાવા (૫) રાકેશભાઇ ફુલસીંગભાઇ વસાવા તેમજ (૬) કમલેશભાઇ ઉકડીયાભાઇ વસાવા( તમામ રહે.ઝાંક, તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કુલ રૂપીયા ૫૯૦- ના જુગારના મુદ્દામાલ પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
બીજી રેઇડ કુંડીઆંબા ગામમાં કરી જેમાં (૧) રવિન્દ્રભાઇ અમરસિંગભાઇ વસાવા(૨) વસંતભાઇ પાંચીયાભાઇ (૩) રેવજીભાઇ નવાભાઇ વસાવા( તમામ રહે,કુડીઆંબા, તા. દેડીયાપાડા જી.નર્મદા) ને હારજીતનો જુગાર રમી રમાડતા કુલ. રૂ.૬૪૦ ના જુગાર ના મુદ્દામાલ ઝડપી ઉપરોક્ત કુલ ૦૯ જુગારીઓને કુલ રૂપિયા ૧૨૩૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
