<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

રાજપીપળા સિવિલના રેગ્યુલર અધિકારીઓએ કોઇ રસ લીધો નથી : ઇન્ચાર્જ, RMO

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષથી સીસીટીવી કેમેરા બંધ :અધિકારીઓનો કેમેરા ચાલતો હોવાનો ડોળ: ચાર દિવસ પહેલા ડોકટર અને દર્દી વચ્ચે માથાકૂટ થતા ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ દોડી આવ્યા હતા ત્યારે પણ સીસીટીવી ચાલુ હોવાની વાતનું જુઠાણું ચાલ્યું હતું:હાલમાં અનેક તકલીફોના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ છે છતાં ઇન્ચાર્જ અધિકારીઓ બિન્દાસ છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં વડા મથક રાજપીપળાની મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ અનેક સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલી છે ત્યારે હાલમાં જાણવા મળ્યા મુજબ છેલ્લા લગભગ ત્રણ વર્ષથી આ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ હાલત માં શોભાના ગાઠીયા સામાન લટકે છે એ નિયમ વિરુદ્ધ છે. છતાં કોઈને કઈ પડી નથી

    જાણવા મળ્યા મુજબ રાજપીપળા કોલેજ રોડ પર કાર્યરત જુની સિવિલ હોસ્પિટલ કોરોના કાળ સમયે નવી વિશાળ જગ્યાએ ખસેડાઇ હતી અને ત્યાં મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ચાલુ થઈ ત્યાં ઘણા બધા સીસીટીવી કેમેરા પણ લાગ્યા હતા પરંતુ કોરોના ગયા બાદ જાણે આ હોસ્પિટલ મરણપથારીએ આવી ગઈ હોય તેમ તેનું કોઈ બેલી હોય એમ જોવા ના મળ્યું અને અનેક તકલીફો સામે આવી હતી, આ તકલીફોમાં આજ સુધી સતત વધારો થયો અને સીસીટીવી કેમેરા પણ ક્યારે બંધ થઈ ગયા એ બાબતે જાણે અધિકારીઓ અજાણ હોય એમ છેલ્લા ત્રણેક વર્ષથી આ હોસ્પિટલમાં લાગેલા લગભગ બધા કેમેરા બંધ હાલતમાં છે.
આ હોસ્પિટલમાં ઘણીવાર માથાકૂટ થઇ પરંતુ કેમેરા બંધ હોવાથી કોઈ રેકોર્ડ રહ્યો નથી અને તાજેતર માં એક દર્દી ના સગા સાથે ફરજ પરના એક ડોકટરે અસભ્ય વર્તન કર્યું ત્યારે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ત્યાં દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડી દર્દીને દાખલ કરાવી સારવાર અપાવી હતી. ત્યારે આ માથાકૂટ સમયે દર્દીના સગાનું કહેવું હતું કે ડોકટરે તેમની ફેંટ પકડી બહાર કાઢ્યા હતા જ્યારે ડોકટર ને કહેવું હતું કે આ વાત ખોટી છે પરંતુ એ સમયે એ વોર્ડના મુખ્ય ડોકટર આવ્યા અને ધારાસભ્ય ને જણાવ્યું કે આ બે માં સાચું કોણ છે એ માટે હું સીસીટીવી ફૂટેજ ચેક કરાવી ખરાઈ કરીશ. પરંતુ સીસીટીવી કેમેરા તો વર્ષોથી બંધ છે તો ધારાસભ્ય ને આ ખોટી સાંત્વના આપી હતી કે મુખ્ય ડોકટર કદાચ કેમેરા બંધ હોવા બાબતે અજાણ હશે..? ખેર જે હોય એ પરંતુ નિયમોનુસાર હોસ્પિટલ ના બંધ કેમેરા વહેલીતકે ચાલુ કરાઈ તે દર્દીઓ અને સ્ટાફ ના હીત માં રહેશે.
 અમારા જૂના રેગ્યુલર અધિકારીઓ એ કોઈજ રસ લીધો નથી : સંજય ચૌધરી(RMO)
આ મુદ્દે સિવિલના આર.એમ. ઓ ડો.સંજય ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હાલમાં અમારી કલેકટર સાથે થયેલી મિટિંગ માં હોસ્પિટલ ના બંધ કેમેરા ચાલુ કરવા અને જ્યાં જરૂર જણાય ત્યાં નવા કેમેરા નાખવા ચર્ચા થઈ છે અને આ મિટિંગ માં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન પણ હાજર હતા


 

(12:34 AM IST)