News of Thursday, 14th November 2024
સાગબારા તાલુકા માં રસ્તા પર પડેલા વીજ વાયર પરથી બાઈક પસાર થતા ચાલકનો આબાદ બચાવ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સીમનીપાદર ગામના માર્ગ પરથી બાઈક લઈ જઈ રહેલા ઇસમની બાઈક રસ્તા પર પડેલા વીજ વાયર પર થી પસાર થતા તેમનો બચાવ થયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર ધારાસિંગ મનજીભાઈ વસાવા, (ઉં.વ.આ.૫૦)(, રહે. સીમનીપાદર, તા.સાગબારા, જિ. નર્મદા )નાઓ તા.૧૧/૧૧/૨૦૨૪ના સવારના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં મોટર સાઈકલ ઉપર બેસીને પોતાના ઘરેથી સાગબારા જઈ રહ્યા હતાં, તે વખતે વીજ થાંભલા ઉપરથી તુટીને રસ્તા ઉપર પડેલા વીજળીના તાર ઉપરથી તેમની મોટર સાયકલ પસાર થતા વીજ કરંટ લાગતાં તેઓ મોટર સાઈકલ ઉપરથી પડી જતાં માથાના આગળના ભાગે તથા ગળાના આગળના ભાગે ઈજા થઈ હતી, આ ઘટના માં તેમનો આબાદ બચાવ થયો હતો
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
