<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ઓપન સ્‍કુલીંગમાં વિદ્યાર્થીઓની પરીક્ષા અને વાંચન માટેની સુવિધા ઉપલબ્‍ધ

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડનો મહત્‍વનો નિર્ણય

અમદાવાદ, તા., ૧૪: માધ્‍યમિક શિક્ષણ  બોર્ડ દ્વારા ગુજરાત ઓપન સ્‍કુલીંગને લઇ મહત્‍વનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો. જેમાં વિદ્યાર્થીઓની પરીક્ષા અને વાંચન માટેની સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવશે. ગુજરાત ઓપન સ્‍કુલીંગને લઇ માધ્‍યમિક શિક્ષણ બોર્ડે મહત્‍વનો નિર્ણય કર્યો હતો.જેમાં ઓપન સ્‍કુલીંગમાં અભ્‍યાસ અને રજીસ્‍ટ્રેશન પર માધ્‍યમિક શિક્ષણ બોર્ડે કોઇ ફી ન વસુલવા જણાવ્‍યું હતું.

સુત્રોના જણાવ્‍યા અનુસાર માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાંથી મળતી માહિતીમાં જણાવવામાં આવ્‍યું છે કે ઓપન સ્‍કુલીંગ થકી બોર્ડની પરીક્ષા માટે નજીકની સરકારી કે અનુદાનીત માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત સરકારી કે અનુદાનીત શાળા થકી ઓપન સ્‍કુલીંગના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજીસ્‍ટ્રેશન કરાવી શકશે. જેમાં ઓપન સ્‍કુલીંગના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે કોઇ  ફી વસુલવામાં આવશે નહી.

ત્‍યારે માધ્‍યમીક શિક્ષણ બોર્ડના આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો છે. આર્થીક રીતે વિદ્યાર્થીઓ માટે બોર્ડના આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ વધારે માત્રામાં પરીક્ષા આપી શકશે અને પોતાનો વિકાસ કરી શકાશે. આ ઉપરાંત માધ્‍યમીક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓ માટે વાંચન ઓનલાઇન સામગ્રી પણ ઉપલબ્‍ધ કરાવશે.(૪.૨૪)

(4:37 PM IST)