<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નાયબ મુખ્‍યમંત્રી, મુખ્‍ય પોલીસ વડા અને હવે નાયબ CID વડાએ બોર્ડર વિસ્‍તારની કુંડળીઓ તૈયાર કરી કે શું? : વિશ્વભરમાં એક બીજા દેશો સાથે તણાવની પરિસ્‍થિતિઃ હર્ષભાઈ સંઘવી, ડો. કે.એલ.એન.રાવ કોઇ જોખમ લેવા માગતા નથી : નવેમ્‍બર માસમાં હર્ષભાઈ સંઘવીએ સિનિયર, જુનિયર IPSના રસાલા સાથે બબ્‍બે ગામોની વહેંચણી કરી રાતવાસો કરી તમામ માહિતી મેળવી ડેટા તૈયાર કર્યો : આ મુલાકાતના પડઘા સમે તે પહેલા લોકો સાથે સીધા કનેકટ થવાની માસ્‍ટરી ધરાવતા cid એડી ડીજીપી અજય ચોધરીએ ૪ દિવસ વિવિધ પોલીસ મથકની અરજીઓનું સમાધાન કરી મુખ્‍ય પોલીસ વડાના માર્ગદર્શનમાં પોલીસ અધિકારીઓને શકમંદ હિલચાલ વખતે લોકો પોલીસનો કોન્‍ટેક્‍ટ કરે તે માટે મોબાઇલ નંબરની આપલે સાથે જાસૂસી જેવી પ્રાથમિક તાલીમ આપવા અપીલ કરી : ચાલુ માસના અંત પહેલા મુખ્‍ય પોલીસ વડા બોર્ડર વિસ્‍તારના ગામો, એર ફોર્સ, બીએસએફ, કોસ્‍ટ ગાર્ડ, ib વિગેરે સાથે સંકલન કરી વિવિધ ટાપુઓ, ગામોની જમીની સ્‍તરની માહિતી મેળવી2:18 PM IST

જનરલ હોસ્‍પિટલ, ખંભાળિયા ખાતે આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ : ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્‍સ (એઇમ્‍સ) રાજકોટ તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે મેગા હેલ્‍થ કેમ્‍પમાં એઇમ્‍સ રાજકોટના નિષ્‍ણાત તબીબો દ્વારા દર્દીઓની નિઃશુલ્‍ક તપાસ અને દવા વિતરણ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં આરોગ્‍યની પાયાની સુવિધાઓ છેવડાના માનવી સુધી પહોચાડવામાં આવી રહી છેઃ રાજ્‍યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાઃ શરીર તંદુરસ્‍ત તો મન તંદુરસ્‍ત એટલે જ આપણી સાચી સંપતિ આપણું સ્‍વસ્‍થ રહેવું તે છેઃ ધારાસભ્‍ય મુળુભાઇ બેરાઃ આરોગ્‍યની પાયાની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવતા નિઃશુલ્‍ક આરોગ્‍ય તપાસ શિબિરમાં બહોળી સંખ્‍યામાં નાગરિકોએ લાભ લીધો11:09 AM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST