News of Saturday, 16th November 2024
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે લઇ રહ્યું છે લીડરશીપ
COP ૨૯ની ૨૯મી કોન્ફરન્સઃ અઝર બૈજાન બાકું સસ્ટેનેબલ અને ઉર્જા-સ્થિતિસ્થાપક ભવિષ્ય તરફ ગુજરાતનું નેતળત્વ કરતા રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ : ક્લાઈમેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ, UNDP, અને ટોચની ડેનિશ કંપનીઓ સાથે સંવાદ સાધીને ગુજરાત અગ્રહરોળમાં રહીને રોલ મોડલ બનવા માટે તત્પરઃ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી

રાજકોટ, તા.,૧૫: રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ એ અઝરબૈજાનના બાકુમાં યોજાઈ રહેલા (ઘ્બ્ભ્૨૯) કૉન્ફરન્સમાં જણાવ્યું છે કે, વડા?ધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ હેઠળ ગુજરાત રિન્યુ એબલ એનર્જી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે લઇ લીડરશીપ લઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાતે પુનઃપ્રાપ્ય ઉર્જા અને સસ્ટેનેબલ વિકાસમાં તેના નેતળત્વની વૈશ્વિક સ્તરે પુનઃ પુષ્ટિ કરી છે.
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ના મેનેજિંગ ડિરેક્ટર જય પ્રકાશ શિવહરે સહિતના વરિષ્ઠ અધિકારીઓ એ વૈશ્વિક નેતાઓ સાથે યોજાપેલ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ગુજરાતના આ પ્રતિનિધિ મંડળ અને સંસ્થાઓ એ હરિયાળી અને ઉર્જા-સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે રાજ્યની પ્રતિબદ્ધતાના નવતર આયામોની ભૂમિકા રજૂ કરી હતી.
રિન્યુએબલ એનર્જી માટે પ્રતિબદ્ધતાઃ ૨૦૪૭ માટે ગુજરાતનું વિઝન
મંત્રીશ્રી દેસાઈએ ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં ગુજરાતના પ્રોએક્ટીવ વલણને રજૂ કરતા જણાવ્યું હતું કે; ભારત આઝાદીની શતાબ્દી નિમિત્તે વર્ષ - ૨૦૪૭ સુધીમાં તેની નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને વધારવા અને ઉર્જા સ્વ-નિર્ભરતા હાંસલ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે. વ્યૂહાત્મક નીતિઓ અને કાર્યક્રમો દ્વારા ગુજરાત નો ઉદ્દેશ્ય એનર્જી સીકયુરીટી અને આબોહવાની સ્થિતિસ્થાપકતા માટેની રાષ્ટ્રીય આકાંક્ષાઓને અનુરૂપ સસ્ટેનેબલ અને એફોર્ડેબલ ઊર્જા માટે સોલ્યુશન પૂરા પાડવાનો છે.
મિશન ૧૦૦ GW' અને ઇન્વેસ્ટમેન્ટમાં વધારો
ગુજરાતની પુનઃપ્રાપ્ય ઉર્જાનું કેન્દ્ર એ તાજેતરમાં શરૂ કરાયેલ ઁમિશન ૧૦૦ GW ઓફ રિન્યુએબલ એનર્જીઁ છે, જેનું અનાવરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ૪થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ (RE-INVEST) ૨૦૨૪ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મહત્વાકાંક્ષી યોજનાનો ઉદ્દેશ્ય નોંધપાત્ર રીતે રાજ્યની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં વધારો કરીને ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં ગુજરાતને એક અગ્રણી રાજ્ય બનાવવાનું છે.
કનુભાઈ દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વ્યાપાર-મૈત્રીપૂર્ણ વાતાવરણને ઉત્તેજન આપવું, રોકાણ આકર્ષવું અને નવીનતા અપનાવવી એ આ મિશનના મહત્ત્વના ઘટકો છે. રાજ્યના પ્રયાસો ગ્રીન હાઇડ્રોજન જેવા વિકસતા વિસ્તારો સુધી વિસ્તરે છે, જે ગુજરાતને સસ્ટેનેબલ આર્થિક વળદ્ધિ અને નવીનીકરણીય ઉર્જા નવીનતા માટે વૈશ્વિક હબ તરીકે સ્થાન આપે છે.
મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ જાણીતા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને શ્ફ એન્વાયર્મેન્ટ ?ોગ્રામના પૂર્વ એક્ઝિકયુટિવ ડિરેક્ટર શ્રી એરિક સોલ્હેમે વૈશ્વિક મંચ પર ગુજરાતમાં વિકસી રહેલી રિન્યુએબલ એનર્જી અંગેની ચર્ચા કરી હતી. ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મેળવેલ સિદ્ધિ અને આ સફરના અનુભવોને રજૂ કરતાં ક્લાઈમેન્ટ ચેન્જના સંકટનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર માટે આહ્વાહન કર્યું. ક્લાઈમેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ, UNDP, અને ટોચની ડેનિશ કંપનીઓ સાથે સંવાદ સાધીને ગુજરાત અગ્રહરોળમાં રહીને રોલ મોડલ બનવા માટે તત્પર છે.
રાજ્ય સરકાર પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ્સ (PPA)ના અમલીકરણ માટે પણ પ્રતિબદ્ધ છે. સરકારની નવા પ્રોજેક્ટની મંજૂરીની ઝડપી પ્રક્રિયા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ માટે ભરોસાપાત્ર અને કુશળ પાર્ટનર તરીકે ગુજરાતની પ્રતિષ્ઠા આગળ ધપાવે છે
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
