<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અયોધ્‍યામાં મસ્‍જીદ માટે ફાળવેલ જમીન મારી છે : દિલ્‍હીની મહિલાએ ખળભળાટ મચાવ્‍યો એક અહેવાલ મુજબ દિલ્‍હીની રાણી પંજાબી નામની હિન્‍દુ મહિલાએ એવો દાવો કર્યો છે કે અયોધ્‍યામાં મસ્‍જીદ બાંધવા અપાયેલ ૫ એકર જમીન મારી માલીકીની છે. ૨૦૧૯ના સુપ્રિમ કોર્ટના આદેશના પગલે યુપી સુન્‍નિ સેન્‍ટ્રલ વકફ બોર્ડને અયોધ્‍યાના ધનીપુર ગામમાં પાંચ એકર જમીન ફાળવવામાં આવી હતી. દિલ્‍હીની રાણી પંજાબીએ એવો દાવો કર્યો છે કે જે ૨૮.૩૫ એકર ફાળવવામાં આવી છે તે પૈકીની ૫ એકર જમીન પોતાના (રાણીના) પરીવારની છે. રાણીએ કહેલ કે માલીકી હક્કના તમામ દસ્‍તાવેજ મારી પાસે છે અને આ જમીન પરત મેળવવા હું સુપ્રિમ કોર્ટમાં જઈશ.8:21 PM IST

લોકમેળામાં સ્‍ટોલમાં જબરી ઉથલ-પાથલ સર્જાઇ છેઃ ગયા વખતે ૩૭૧ સ્‍ટોલ હતાઃ આ વખતે ધરખમ ઘટાડો થશેઃ રાઇડ માત્ર ર૯ કરી નખાઇઃ રમકડા-ફુડ-કોર્નર-આઇસ્‍ક્રીમ બધુ મળીને ૮૦ થી ૯૦ સ્‍ટોલની શકયતા... : ટીઆરપી ગેમઝોન દુઘર્ટના બાદ રાજકોટના લોકમેળા અંગે કલેકટર દ્વારા જબરા કડક નિયમો લદાયા છેઃ આ વખતે સ્‍ટોલમાં જબરી ઉથલ-પાથલ સર્જાવાની શકયતા છેઃ ગયા વખતે ૩૭૧ સ્‍ટોલ હતા... આ વખતે ધરખમ ઘટાડો થઇ રહ્યો છેઃ યાંત્રિક રાઇડ ૪૪ માંથી માત્ર ર૯ કરી નખાઇ છે... રમકડા-ફુડ-કોર્નર-આઇસ્‍ક્રીમ બધુ મળીને ૮૦ થી ૯૦ સ્‍ટોલની શકયતા. ઇન્‍ડેક્ષ-સી-ડીઆઇડીઆર અન્‍ય સંસ્‍થાના સ્‍ટોલની સાઇઝ ઘટાડી દેવાઇઉ ફાઇનલ લે-આઉટ પ્‍લાન કલેકટરના ટેબલેઃ કાલે સાંજે મીટીંગમાં આખરી નિર્ણય લેવાવાની શકયતા.4:05 PM IST

ગુજરાત સતત 'વર્લ્ડ ટુરિઝમ મેપ' પર ચમકતું અને ધબકતું રહે એ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે : રૂપિયા ૨ હજાર ૯૮ કરોડ રૂપિયાની માતબર બજેટ જોગવાઈ સાથે પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતા પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા : ગિરિમથક ખાતે 'સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો રંગારંગ પ્રારંભ : ગુજરાતના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખાતા સાપુતારામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૦૦ ઇંચ જેટલો વરસાદ પડે છે જેથી આ પ્રદેશમાં કુદરતી વનરાજી સોળે કલાએ ખીલી ઉઠે છે જે રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓને વિશેષ રીતે આકર્ષિત કરે છે : સાપુતારાએ ગુજરાતનું એક માત્ર હીલ સ્ટેશન છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા આ હીલ સ્ટેશન પર આવતા પ્રવાસીઓને ફરવાનાં આનંદની સાથે સાથે, એક ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ અહી જોવા મળે : ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન થોડોક સમય અહીં રોકાયા હતા એ જ સમયે શબરી માતા સાથે એમનો ભેટો થયો હતો અને શબરી માતાએ ભગવાન શ્રીરામને મીઠાં બોર ખવડાવ્યા હતા5:00 PM IST

રેલનગરના બે મિત્રોએ ૬.૭૦ લાખ સામે ૨૭ લાખ ચુકવ્‍યા છતાં ઉઘરાણીઃ મોહસીન ઉર્ફ એઝાઝ અને ટોળકીની કિડની વેંચી વ્‍યાજ ચુકવવા ધમકી! : નિલેષભાઇ હિન્‍ડોચા અને મિત્ર ભાર્ગવભાઇ ભદ્રાએ સોૈ પહેલા ૧૫ હજાર વ્‍યાજે લીધા, તેના રોજના ૧૦૦ લેખે ૫૦ હજાર ચુકવ્‍યાઃ એ પછી કટકે કટકે બીજી રકમો લીધી અને ફસાયા : સર્વેશ્વર ચોકમાં ઓફિસ ધરાવતાં એઝાઝ સાથે મોગલ નામના શખ્‍સે ડેરી સંચાલક મિત્રોનો સંપર્ક કરાવ્‍યો હતોઃ બંને મિત્રોના નામે એઝાઝે ક્રેટા કાર અને મોંઘાદાટ મોબાઇલ ખરીદી લીધા તેના હપ્‍તા પણ આ બંનેને ભરવા ધમકાવ્‍યાઃ ડેરીએ જઇ મકાનમાં કબ્‍જો કરવાની ધમકી દીધીઃ નિલેષભાઇના પત્‍નિ બે હાથ જોડી કરગર્યાઃ છેલ્લે કંટાળી બંને મિત્રોએ ગભરાઇને ગામ મુક્‍યું: વ્‍યાજ માટે ધમકીઓ ચાલુ જ રહેતાં અંતે પ્ર.નગરમાં ફરિયાદ નોંધાવી : મોહસીને બંને મિત્રોને ઓફિસમાં આખો દિવસ બેસાડી અસહ્ય સિતમ ગુજાર્યો અને પોતાનો બર્થડે ઉજવ્‍યો, પછી કહ્યું આજે જવા દઉ છું, હવે રૂપિયા નહિ આપો તો ઘરમાં ઘુસી જઇશું! : રામનાથપરાના મોહસીન ઉર્ફ બાબર ઉર્ફ એઝાઝ, તેના માણસો શિવરાજસિંહ, શાહરૂખ અને સાહિલને શોધતી પ્ર.નગર પોલીસ3:09 PM IST

આધુનિક આરોગ્‍ય સંભાળમાં આહાર ઉપચારથી ક્રાંતિ સર્જનાર ડો. જોન એ. મેકડોગલ : ઓછી ચરબીવાળા છોડ-આધારિત આહારના અગ્રણી હિમાયતી : ડો. જોન એ. મેકડોગલનું ૨૨ જૂને ૭૭ વર્ષની વયે નિધન થયું હતુઃ તેઓ ખોરાક અને આરોગ્‍ય પરના ઘણા પુસ્‍તકોના લેખક છે : ૧૮ વર્ષની ઉંમરે તેમને સ્‍ટ્રોક આવ્‍યો હતો. જેને લીધે આરોગ્‍ય સંભાળ પ્રણાલીમાં ફેરફાર કરવાની અને પોષક ઉપચારને પ્રોત્‍સાહન આપવાની ઇચ્‍છા જન્‍મી : ડો. મેકડોગલ છોડ આધારિત, ઓછી ચરબીવાળા આહારના ફાયદા અને દીર્ઘકાલીન બિમારીઓને રોકવા અને સારવાર માટે તેની ક્ષમતાના હિમાયતી હતા : સંધિવા, એથરોસ્‍ક્‍લેરોસિસ, કેન્‍સર, ડાયાબિટીસ, હાયપરટેન્‍શન અને ઓસ્‍ટિયોપોરોસિસ સહિત અનેક ક્રોનિક ડિસઓર્ડર માટે વૈકલ્‍પિક સારવાર તરીકે મેકડોગલે તેમના આહારને પ્રોત્‍સાહન આપ્‍યું હતું : મેકડોગલ દ્વારા સુચવેલ આ આહારનો ઉપયોગ કરતા લોકોમાં આયર્ન, ઝિંક, વિટામિન બી ૧૨, વિટામિન ડી, કેલ્‍શિયમ અને ઓમેગા -૩, હૃદય અને મેટાબોલિક રોગ, ડેન્‍સિટી લિપોપ્રોટીન કોલેસ્‍ટ્રોલ, કુલ કોલેસ્‍ટ્રોલ, ઇન્‍સ્‍યુલિન, BMI અને થાકની તીવ્રતાના સ્‍કેલમાં 2:49 PM IST

ફિલ્‍મ દ્રશ્‍યમ જેવી મર્ડર મિસ્‍ટ્રી : ૧૮ લાખ પાછા ન આપવા પડે તે માટે મોરબીના વેપારીને મિત્રએ જ પતાવી દિધો'તો : એક મહિના પૂર્વેની મર્ડરમિસ્‍ટ્રીનો ભેદ ઉકેલાયો : પરિવારજનો જેને ગૂમ માનતા હતા તેની દાટી દેવાયેલી લાશ મળતા ચકચાર : મિત્ર જીતુ કૈલાની હત્‍યા કર્યા બાદ આરોપી જીતુ ગજીયાએ તેના જ કપડા પહેરી તેનું બાઇક માંડલ લઇ જઇ મોબાઇલમાંથી પરિવારજનોને વોટ્‍સએપ મેસેજ કરી જીતુ કૈલા બની મોરબી છોડવાની જાણ કરી'તી ! : પકડાયેલ આરોપી જીતુ ગજીયા અગાઉ જેતપુરના ડોકટર પુત્રના અપહરણ - હત્‍યાના ગુન્‍હામાં આજીવન કેદની સજામાં જામીન પર બહાર હતો'ને રૂપિયા માટે મિત્રને પતાવી દિધો : મોરબી એલસીબીના પી.આઇ. પંડયા તથા એ-ડિવિઝનના પી.આઇ. એચ.એ.જાડેજાની ટીમે રહસ્‍યમય ઘટનાનો પર્દાફાશ કર્યો : પકડાયેલ આરોપી જીતુ ગજીયાએ દ્રશ્‍યમ ફિલ્‍મ જોયા બાદ મિત્રને રૂપિયા પરત આપવા ન પડે તે માટે હત્‍યાનો પ્‍લાન ઘડયો'તો : આરોપી સામે હત્‍યાનો ગુન્‍હાની કલમનો ઉમેરો કરી વધુ રીમાન્‍ડ મંગાશે2:46 PM IST