<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

પાટણ - રાજસ્‍થાન અને સૌરાષ્‍ટ્રમાં રાત્રીના ૪.૨ ની તિવ્રતાના ભૂકંપથી ચિંતા

ભરઉંઘમાં સૂતેલા લોકો ઘરની બહાર દોડી ગયા

 (જયંતીભાઇ ઠક્કર દ્વારા) તા. ૧૬: પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં આજે રાત્રીના ૧૦.૨૦ કલાકે ભૂકંપના બે હળવા આંચકા અનુભવાતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું અને કેટલાક ભર ઉંઘમાં સૂતેલા લોકો પણ ઘરની બહાર દોડી આવ્‍યા હતા. ગુજરાત સિસ્‍મોલોજીકલ વિભાગે આ ભૂકંપનું કેન્‍દ્ર બિંદુ પાટણ નજીક ૧૩ કિ.મી.ના વિસ્‍તારમાં હોવાનું જાહેર કર્યુ હતું. ભૂકંપ ૪.૨ની તીવ્રતાનો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. સામાન્‍ય તીવ્રતાના બે આંચકા હોઈ કોઈ નૂકશાનના સમાચાર મળતાં નથી. પરંતુ લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું થવા પામ્‍યું છે. ભૂકંપના આંચકાઓ અનુભવાતા જ લોકો ઉંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્‍યા હતા જયારે હોસ્‍પિટલો અનેઓફિસોમાં કામ કરતા તબીબો, સ્‍ટાફ અને દર્દીઓએ પણ ભય અનુભવ્‍યો હતો અને બહુમાળી બિલ્‍ડીંગોમાંથી દર્દીઓ પણ રસ્‍તા ઉપર આવી ગયા હતા.આ ભૂકંપના આંચકા પાટણ સહિત બનાસકાંઠા, અને મહેસાણા જિલ્લામાં પણ અનુભવાયા છે. પાટણ જિલ્લામાં હારીજ, સમી, શંખેશ્વર, ચાણસ્‍મા, ડીસા ,પાલનપુર, દાંતીવાડા તથા સૌરાષ્‍ટ્રના અમુક વિસ્‍તારો અને રાજસ્‍થાનમાં પણ ના આંકશા  ભૂંકપ વાગડોદ, સહિત સમગ્ર જિલ્લામાં અનુભવાયા હતા.

(12:12 PM IST)