<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

રિસાયકલ કરેલી પીઇટી પટ્ટીઓ લણણી પછી કૃષિ પેકેજિંગ માટે શ્રેષ્‍ઠ

 

અમદાવાદઃ પીઇટી પટ્ટીઓનો બહોળો ઉપયોગ કૃષિ અને બાગાયતી ક્ષેત્રમાં થાય છે. જેનો ઉદ્દેશ સૂકા ઘાસની ગાંસડીઓ, ફળફળાદિઓ ભરેલાં ટોપલાં અથવા ઉત્‍પાદનોની થેલીઓ જેવી વિવિધ ચીજવસ્‍તુઓને અસરકારક અને સુરક્ષિત રીતે પેકિંગ કરવાનો છે. પીઇટી પટ્ટીઓના વિવિધ ફાયદા છે, જેમાંથી એક મુખ્‍ય ફાયદો છે- આ પટ્ટીઓ કાટ-વિરોધી ગુણો ધરાવે છે, જે તેમને બહારનાં વાતાવરણમાં ઉપયોગ કરવા  ભરોસાપાત્ર બનાવે છે, જેમાં ભેજ ચિંતાજનક પરિબળ બની શકે છે.

આ ઉપરાંત તેઓ અન્‍ય વિકલ્‍પોની સરખામણીમાં વજનમાં મહત્‍વપૂર્ણ રીતે ઓછું વજન ધરાવે છે. જે તેમને સંચાલન અને પરિવહનમાં સરળતા આપે છે. ઉપરાંત પીઇટી પટ્ટીઓ પર્યાવરણને વધારે અનકૂળ છે. કારણ કે તેમનો નિકાલ કરવો સરળ છે અને પરંપરાગત સામગ્રીઓની સરખામણીમાં બગાડ ઘટાડે છે. તેમ ગેબ્રિયલ પીઇટી સ્‍ટ્રેપ્‍સ લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર શ્રી જય શાહે કહ્યું હતું.

(4:47 PM IST)