<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

રરમી સુધી સવારનું તાપમાન ૧૮ ડીગ્રી આસપાસ રહેશેઃ મહતમ તાપમાન હવે નોર્મલ ૩૩ ડીગ્રી ગણાય, જે તા. ૧૭ થી ર૦ દરમિયાન નોર્મલથી ઉંચુ ૩૪ થી ૩૬ ડીગ્રી નજીક રહેશે : વેધરએનાલિસ્‍ટ અશોકભાઇ પટેલની તા. ૧૭ થી રર સુધી આગાહી

 

રાજકોટ , તા. ૧૬ : જાણીતા વેધરએનાલિસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે  સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છ માટે તારીખ ૧૬ થી ૨૨ નવેમ્‍બર સુધીની આગાહી કરતા જણાવેલ કે પૂર્વનો કયારેક પૂર્વ દિશામાંથી અને કયારેક ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાવાની શકયતા. વાતાવરણ મોટે ભાગે સ્‍વચ્‍છ આકાશ રહેવાની શકયતા. ગરમ કેન્‍દ્રો માટે સામાન્‍ય મહત્તમ તાપમાન હવે લગભગ 33 °C છે. મહત્તમ તાપમાન જનરલ નોર્મલ થી વધુ રહેશે જેમાં ખાસ ૧૭મીથી ૨૦મી તારીખ દરમિયાન વધુ રહેવાની શકયતા છે. 

સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છના ગરમ કેન્‍દ્રો પર મહત્તમ તાપમાનની રેન્‍જ 34.5°C થી 36.5°C ની વચ્‍ચે રહેવાની ધારણા છે.

લઘુત્તમ તાપમાન હાલમાં સામાન્‍ય તરફ આવી ગયું છે જે લગભગ 18 °C ગણાય. આગાહીના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્‍યની નજીક અથવા સામાન્‍ય કરતાં થોડું વધારે રહેવાની ધારણા છે

(4:16 PM IST)