તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 17th November 2024
જમીનના દસ્તાવેજ બાબતે સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી પાસેથી કરોડો રૂપિયા વધારાના પડાવી લીધાની ફરિયાદ દાખલ

સુરત: જાણીતા ઉદ્યોગપતિ અને જમીનના ધંધાર્થી તથા સમાજસેવક શ્રી મહેશભાઈ સવાણીએ પીનાભાઇ ગુજરાતી, એમના દીકરા ક્રિષ્ના ગુજરાતી અને મુકેશ સવાણી સામે મગદલાની એક જમીનના દસ્તાવેજ બાબતે રૂ. ૫.૬૧ કરોડની વધારાની રકમ પડાવી લીધાનો ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં કરી છે. મહેશ સવાણીએ ગત ઓગસ્ટ મહિનામાં ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હોવાનું ટીવી ન્યુઝ, ઓનલાઇન ન્યુઝમાં પ્રસિદ્ધ થયું છે.
તપાસના અંતે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. પીના ગુજરાતી સુરતના ખૂબ જાણીતા જમીન લે વેચ સાથે સંકળાયેલા વ્યવસાયી છે અને મુકેશ સવાણી પણ જમીન લે વેચના વ્યવસાયી છે.
મહેશભાઈએ મગદલાની જમીન પોતાના વેવાઈને વેચાણથી આપી હતી. વેચાણનો દસ્તાવેજ કરવા સમયે પીના ગુજરાતીએ ખોટી વ્યાજની ચિઠ્ઠી બનાવી ૫.૬૧ કરોડ પડાવી લીધાની ફરિયાદ કરવામાં આવી છે.
હાલ ક્રાઈમ બ્રાન્ચે પીનાભાઈ ગુજરાતી, તેનો દીકરો ક્રિષ્ના ગુજરાતી અને મુકેશભાઈ સવાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
