<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

ખનીજ માફિયાઓ બન્યા બેફામઃ કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો વીડીયો થયો વાયરલ

અગાઉની રેડમાં કબજે કરાયેલા ત્રણ ટ્રેકટર લઈને ફરાર થયા હતા

પંચમહાલ, તા.૧૭,

પંચમહાલ જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગે ખનીજ માફિયાઓની દાદાગીરીનો વીડિયો સામે આવી છે. પંચમહાલના કાલોલના મેદાનપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. કરાડ નદીના પટમાં પોલીસના દરોડા દરમિયાન ભય ફેલાવવાનો પ્રયાસ થયો છે.

રાજ્યમાં કેટલીક વખત ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગે ખનીજ માફિયાઓની દાદાગીરીનો વીડિયો સામે આવી છે. પંચમહાલના કાલોલના મેદાનપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. કરાડ નદીના પટમાં પોલીસના દરોડા દરમિયાન ભય ફેલાવવાનો પ્રયાસ થયો છે.

પોલીસની કાર્યવાહી દરમિયાન પાવડા સહિતના હથિયારો બતાવીને દાદાગીરી કરતો હોવાનુ સામે આવ્યુ છે. ખનીજ ચોરો અગાઉ જે ટ્રેક્ટર લઈને ફરાર થયા હતા તે પોલીસે કબજે કર્યો છે. અગાઉની રેડમાં કબજે કરાયેલા ત્રણ ટ્રેકટર લઈને ફરાર થયા હતા. ખાણ ખનીજ વિભાગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

(12:26 PM IST)