<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

પાલનપુરની ઉમિયા સેલ્ફ ફાઇનાન્સ કોલેજના પ્રમુખ સામે 60 લાખની છેતરપિંડીની ફરિયાદ

કોલેજમાં કરેલો 60 લાખ રૂપિયાનો ખર્ચ પરત ના આપતા છેતરપિંડીની ફરિયાદ: અમદાવાદના ભરત બાંટીયાને ₹100ના સ્ટેમ્પ ઉપર કરાર કરી ઉમિયા કોલેજ ચલાવવા આપી હતી.

બનાસકાંઠાના પાલનપુરની ઉમિયા સેલ્ફ ફાઇનાન્સ કોલેજના પ્રમુખ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ગિરીશ જગાણીયા સામે 60 લાખની છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગિરીશ જગાણીયાએ કોલેજ ચલાવવા આપી હતી, પરંતુ કોલેજ સારી ચાલતા વહીવટ પડાવી લીધી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 

  અમદાવાદના ભરત બાંટીયાને ₹100ના સ્ટેમ્પ ઉપર કરાર કરી ઉમિયા કોલેજ ચલાવવા આપી હતી. ઉમિયા કોલેજ સારી ચાલતા ગિરીશ જગાણીયાએ પડાવી લીધી હોવાની ફરિયાદ કરાઈ છે. ફરિયાદીએ કોલેજમાં કરેલો 60 લાખ રૂપિયાનો ખર્ચ પરત ના આપતા છેતરપિંડીની થઈ ફરિયાદ

(9:03 PM IST)