News of Monday, 18th November 2024
રજા પરથી પરત આવેલ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક આકરા પાણીએ, ક્રાઇમ બ્રાન્ચને તપાસ સુપ્રત કરવા તુર્તમાં આદેશ
ખ્યાતિ તબીબી કાંડ...લોકોના જીવ સાથે ખેલથી રાજ્ય સરકાર નારાજ..હવે એન્જોગ્રોફીની સીડી આપવી પડશે : સૂત્રો કહે છે કે આરોપીઓના નાર્કોટેસ્ટ કરી કેન્દ્ર, રાજ્ય સરકારની આબરૂનું લીલામ કરનાર સામે કાયદાનો દંડો ઉગમવા ગાંધીનગરમાં સઘન વિચારણાઃ કોઇપણ દર્દમાં સારવાર ઓપરેશન કરવા ચોક્કસ હોસ્પિટલના ઇન્કાર સામે વટહુકમ અને તમામ દ્વારા જેનરિક દવા લખી ફરજિયાત વ્યવસ્થા કરવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મુદ્દો ઉપાડે તે પહેલાં આદેશ છોડવા કેન્દ્ર સક્રિય

રાજકોટ તા. ૧૮: જાણીતા તબીબો, સર્જનો સાથેની અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના જીવન સાથે ચેડાં કરી પ્રધાનમંત્રી યોજનાના નાણાં ઓળવી જવાની ઘટનામાં કોઈ કચાસ ન રહે તે માટે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા આ બાબત ખૂબ ગંભીરતાથી લઈ ક્રાઇમબ્રાન્ચને તપાસ ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યાનું સૂત્રો જણાવે છે.
લોકોના જીવન સાથે ચેડાં થાય તે પ્રકારે જવાબદાર તબીબો, સર્જન દ્વારા ફકત નાણાં કમાવવાની લાલચે જે રીત રસમો અપનાવવામાં આવી છે તેનાથી રાજ્ય સરકાર પણ ખૂબ નારાજી દર્શાવી છે, અને હવે આવા ઓપરેશન સમયે પૂરતા પુરાવા મળે તેવું આયોજન ગોઠવ્યું છે, લોકમત મુજબ આવી સરસ યોજનાના અમલીકરણ માટે રાજ્યમાં કોઈ હોસ્પિટલ કોઈ દર્દ માટે આ કાર્ડ અંતર્ગત ઇન્કાર ન કરી શકે તેવા વટ હુકમ બહાર પાડવા સાથે વડાપ્રધાનના ડ્રીમ સ્વપ્ન મુજબ દરેક તબીબ સર્જન દ્વારા જેનરિક દવાઓ ફરજિયાત લખવા આદેશ કરી તે મુજબ વ્યવસ્થા કરવા આયોજન કરવું જોઈએ, આ મુદ્દો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ ઉઠાવવામાં આવનાર છે.
ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ સરકાર દ્વારા આયુષ્માન યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમાં હોસ્પિટલે પુરાવા આપવા પડશે તેવો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.તાજેતરમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે ૨ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ત્યારે રૂપિયાની લાલચમાં અને સરકાર પાસેથી રૂપિયા પડાવવાની લ્હાયમાં આ કરતૂત કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઇ સરકારે આયુષ્યમાન યોજનાને લઇ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્માન યોજના માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.એન્જિયોગ્રાફીની સીડી આપવાની રહેશે.
જેમાં આયુષ્માન યોજનામાં હવે માત્ર રિપોર્ટનો આધાર પૂરતો નહીં રહેતા હોસ્પિટલે પુરાવા આપવા પડશે. જેમાં હોસ્પિટલ દ્વારા એન્જિયોગ્રાફીની સીડી પણ ડોકયુમેન્ટ સાથે આપવાની રહેશે. જેની તપાસ બાદ જ કામગીરી આગળ વધારવામાં આવશે. એફએસએલની મદદ લેવાશે.
બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ૨ દર્દીના મોત મામલે આરોપીઓને કડક સજા કરાવવા પોલીસનો એક્શન પ્લાન ઘડ્યો છે. જેમાં ખ્યાતિકાંડમાં તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવનાર છે. ઉપરાંત જરૂર પડશે તો પોલીસ આરોપીના નાર્કોટેસ્ટ કરાવશે. ત્યારે હાલ પોલીસે તપાસના તાર ગાંધીનગર સુધી લંબાવ્યા છે. જેમાં ગાંધીનગર આરોગ્ય વિભાગમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
