News of Monday, 18th November 2024
ગુજરાતની પ્રજાને રામ ભરોષે છોડીને પ્રધાનો મહારાષ્ટ્રમાં પડ્યા પાથર્યા:કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આકરા પ્રહાર
અમદાવાદ શહેરમાં માનવ હત્યા વધી, રાજકોટમાં ડેપ્યુટી મેયર પર હુમલો થાય, ભાજપ ના કોર્પોરેટર દુષ્કર્મના કેસમાં સપડાય, આરોપીઓને ગૃહ પ્રધાન કે સરકારનો ડર નથી રહ્યો

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા, કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા છે, ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું છે કે, ગુજરાતની પ્રજાને રામ ભરોષે છોડીને પ્રધાનો મહારાષ્ટ્રમાં પડ્યા પાથર્યા છે. અમદાવાદ શહેરમાં માનવ હત્યા વધી રહી છે.
અમિત ચાવડાએ કહ્યું કે રાજકોટમાં ડેપ્યુટી મેયર પર હુમલો થાય છે. ભાજપ ના કોર્પોરેટર દુષ્કર્મના કેસમાં સપડાય છે. આરોપીઓને ગૃહ પ્રધાન કે સરકારનો ડર નથી રહ્યો. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હત્યારા ગુંડાઓ સામે ક્યારે મક્કમ બનશે તેમ પણ અમિત ચાવડાએ જણાવ્યું છે
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
