News of Monday, 18th November 2024
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળતા શહેર પોલીસ કમિશનરે લાલ આંખ કરી: એલિસબ્રિજ પીઆઈ સસ્પેન્ડ
એલિસબ્રિજમાં બે દિવસ પૂર્વે થયેલ ફાયરિંગ અને મૃતક વ્યક્તિ ઉપર અગાઉ કરેલ હુમલામાં પોલીસની ઢીલી કામગીરી બદલ પોલીસ કમિશ્નરે કાર્યવાહી કરી

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા આખરે શહેર પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પોલીસ કમિશ્નર જી એસ મલિકે, એલિસબ્રિજ પીઆઈને સસ્પેન્ડ કરી દીધા છે
એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈ બી ડી ઝીલરીયાને સસ્પેન્ડ કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને એક પ્રકારે સંદેશ આપ્યો છે.
એલિસબ્રિજમાં બે દિવસ પૂર્વે થયેલ ફાયરિંગ અને મૃતક વ્યક્તિ ઉપર અગાઉ 14મીનવેમ્બરે કરેલ હુમલામાં પોલીસની ઢીલી કામગીરી બદલ પોલીસ કમિશ્નરે કાર્યવાહી કરી છે. એવુ ચર્ચાઈ રહ્યું છે કે, જો એલિસબ્રિજ પોલીસે 14 તારીખે થયેલા હુમલા અંગે કડક કાર્યવાહી કરી હોત તો મૃતકનો જીવ બચી ગયો હોત.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
