<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ડભોઇ ખાતે હિટ એન્ડ રન :ટ્રકે અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

અકસ્માત કરી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો

ડભોઇ વડોદરા રાજ્ય ધોરી માર્ગ પર વેગા પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અસ્માતની ઘટના બનતા અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે અકસ્માતના બનાવ અંગે ડભોઈ પોલીસને જાણ થતા ઘટના સ્થળે ડભોઇ પોલીસ પહોંચી હતી. ડભોઈ પોલીસે તપાસ હાથ ધરતા આ અકસ્માતમાં જે યુવકનું મોત થયું હતું. તે મૃતક યુવાનના ખિસ્સામાંથી રાહુલ કૌશિકભાઈ રાઠવા (રહે. થડગામ તાલુકો કવાંટ જીલ્લો છોટાઉદેપુર) માહિતી દર્શાવતી આરસીબુક મળી આવી હતી. ટ્રક ચાલક અકસ્માત કરી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

વડોદરાથી ડભોઇ તરફ આવતા વેગા રિલાયન્સ પેટ્રોલ પંપ પર બાઈક ચાલક પેટ્રોલ પુરાવી બહાર રોડ પર આવતા જ બાઇક ચાલક ને ટ્રક ચાલકે અડફેટમાં લેતા બાઈક ચાલક રોડ પર ફંગોળાઈ જતા ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત કરી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતે મોતના બનાવ અંગે ડભોઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:59 PM IST)