News of Monday, 18th November 2024
અમદાવાદના દિવ્યાંગ ખેલાડી જીનય શાહે એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું
કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજયેલ વિકલાંગોની એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં અમદાવાદના જિનય શાહે સિલ્વર મેડલ જીતી

કિર્ગિસ્તાનના બિશ્કેકમાં વિકલાંગોની એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અમદાવાદના જિનય શાહની પસંદગી કરવામાં આવી હતી.
વિકલાંગોની એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં અમદાવાદના જિનય શાહે શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો હતો.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પસંદ કરાયેલા 8 ખેલાડીઓમાંથી અમદાવાદમાંથી જિનય આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો. આ ટૂર્નામેન્ટ 10 નવેમ્બરથી 18 નવેમ્બર, 2024 દરમિયાન યોજાઈ હતી.
એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં બીજા ક્રમે રહી જિનય શાહે પોતાની પ્રતિભાને સાબિત કરી હતી. બિશ્કેકમાં જિનય શાહને મેડલ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
વિકલાંગોની એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા જિનય શાહની આ સફળતાથી તેના મના પરિવાર માટે જ નહીં પરંતુ ગુજરાત માટે ગર્વની વાત છે.
જિનય ધોરણ 11 કોર્મસમાં અભ્યાસ કરે છે. તે 75% શારીરિક અક્ષમતા ધરાવે છે, જિનયનો જન્મ અમદાવાદમાં થયો છે, પરંતુ જિનય વર્ષ 2016થી કુવૈતમાં રહે છે અને કુવૈતની DPS સ્કુલમાં અભ્યાસ કરે છે. જિનય જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેણે ચેસ રમવાનું શરૂ કર્યું હતું, એશિયન ચેસ ચેમ્પિયનશિપ પહેલા પણ જિનય અનેક મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યો અને મેડલ જીતી ચૂક્યો છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
