તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 19th November 2024
મનરેગા ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવા સાંસદ મનસુખભાઈ વસાવાનો સીએમને પત્ર
અનુભવી એજન્સીઓના બદલે નેતાઓની અથવા તેમના નજીકનાઓની એજન્સીના ટેન્ડર મંજુર થાય તે મુજબ અધિકારીઓ કામ કરી રહ્યા છે:નર્મદા જિલ્લામાં પણ આ વિષય બાબતની લેખીત રજુઆત સરકાર તથા જિલ્લા અધિકારીઓને કરી છે: સાંસદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:સાંસદ અને આખાબોલા મનસુખભાઇ વસાવા અવાર નવાર તંત્ર ના અધિકારીઓ ને ખુલ્લા પાડી યોગ્ય કામગીરી કરાવવા સરકારનું ધ્યાન દોરતાં હોય છે અને હાલમાં પણ નર્મદા સહિતના જીલ્લાઓમાં મનરેગા ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવા સાંસદ મનસુખભાઈ વસાવાનો સીએમને પત્ર લખ્યો છે
પત્રમાં સાંસદએ જણાવ્યું કે ગુજરાતમાં અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી પોતાના માનીતાઓને સગાઓની એજન્સીઓના જ ટેન્ડર મંજુર થાય તે મુજબ ખુબજ સમજદારી પુર્વક ગોઠવણ કરવામાં આવે છે. નેતાઓ પ્રજાની સેવા કરવાના બદલે કોન્ટ્રાકટના કામોમાં વધારે રસ લઇ રહ્યા છે. જેના કારણે કામોમાં પણ ગુણવત્તા જળવાતી નથી. અને તેમાં સરકારનું ખરાબ દેખાય છે.
મનરેગાના કામોમાં તમામ જીલ્લાઓમાં સરકાર દ્વારા આપેલ મોડેલ ટેન્ડર મુજબ ટેન્ડર બહાર પાડેલ છે. પરંતું કેટલાક જીલ્લામાં નિયમોમાં ફેરફાર કરી ચેડા કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જે ખરેખર ખોટું છે. સક્ષમ અને મનરેગામાં કામ કરેલ છે. તેવી અનુભવી એજન્સીઓના બદલે નેતાઓની અથવા તેમના નજીકનાઓની એજન્સીના ટેન્ડર મંજુર થાય તે મુજબ અધિકારીઓ કામ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં પણ ઉપરોકત વિષય બાબતની લેખીત રજુઆત સરકાર તથા જિલ્લા અધિકારીઓને કરી છે. ખરેખર 3A ફોર્મ મટેરીયલ ખરીદીના BA હોવા જોઇએ અથવા મનરેગાના હોવા જોઇએ અથવા ૩ વર્ષથી મનરેગામાં કામ કરેલ હોવા જોઇએ, જેથી કામમાં ગુણવત્તા જળવાય, કેટલીક એજન્સીઓએ ૪૦ થી ૪૫ ટકા નીચા ભાવ ભરેલ છે. મટીરીયલના બજાર ભાવ કરતાં ઓછા ભાવ ભર્યા છે. તેમાં કઈ રીતે ગુણવત્તા જળવાશે. જેથી મનરેગામાં ગરીબોને રોજગારી મળે અને કામોમાં ગુણવત્તા જળવાય તે મુજબના પારદર્શકવાળા કામો થાય તે માટે આપ યોગ્ય ઘટતું કરશોજી.

(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
