<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ખોજલવાસાથી નેત્રંગ તરફ જતા શોર્ટકટ માર્ગ પર તૂટેલું નાળુ રિપેર નહિ થતા ૧૦૮ જવી પણ મુશ્કેલ

ચોમાસા ટાણે તૂટેલું આ નાળુ નહિ બનતા ઇમરજન્સી સમયે લાંબો ફેરો ફરી જવું આવવું પડે છે: ગર્ભવતી મહિલા કે કોઈ ગંભીર બિમાર દર્દીને તત્કાળ સારવારની જરૂર પડે ત્યારે જીવને જોખમ:નાળુ બનાવો અથવા તાત્કાલિક ડાઈવરજન આપવા માજી સરપંચની માંગ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં વિકાસના અનેક ગામો થાય છે પરંતુ જૂના કામો કરવામાં તંત્રને જાણે કઈ પડી નથી અને તૂટેલા નાળા કે અન્ય બાબતે તંત્ર કોઈજ તકેદારી લેતું નથી, હાલમાં ચોમાસા સમયે તૂટેલું નાંદોદ તાલુકાના ઢોચકી ગામ નજીકનું નાળુ નહિ બનતા કેટલાય ગામના લોકો ને લાંબો ફેરો મારવાની નોબત આવી છે

    નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખોજલવાસા ગ્રામ પંચાયતમાં આવતું ઢોચકી ગામ નજીકનું નાળુ ચોમાસા દરમિયાન તૂટી જતા ત્યાંથી આગળ જતાં દસેક ગામોના લોકોને લાંબો ફેરો મારી આગળ જવું આવવું પડે છે તેવામાં જો આ ગામોમાં કોઈ બિમાર હોય કે ગર્ભવતી મહિલા ને ઇમરજન્સી જણાય તો ૧૦૮ પણ તાત્કાલિક આવી શકે તેમ નથી કેમ કે કોઈપણ ઇમરજન્સી વાહન લાંબો ફેરો મારી આવતા ઘણો સમય વિતી જાય છે માટે આગ કે ઇમરજન્સી દર્દીઓ માટે આ બાબત જોખમી કહી શકાય જેથી તંત્ર આ બાબતને ગંભીરતાથી લે અને તૂટેલા નાળાની વહેલીતકે મરામત કરાવે તેવી માંગ ઉઠી છે.
   આ બાબતે ગામના માજી સરપંચ તુલસીભાઈ વસાવાએ જણાવ્યું કે આ નાળુ તૂટતાં અનેક ગામોના લોકો ને તકલીફ પડે છે અને ૧૦૮ કે અન્ય મોટા વાહન આ તરફ આવી શકતા નથી હાલમાં ફક્ત બાઈક આવી, જઈ શકે છે,પરંતુ ક્યારેક ઇમરજન્સીમાં ફાયર કે એમ્બ્યુલન્સ આ તરફ જરૂર હોય તો જે તે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ હોય નાળુ જલદી બનાવે અથવા તાત્કાલિક ડાયવર્ઝન આપી રસ્તો ચાલુ કરે


 

(12:46 AM IST)