News of Tuesday, 19th November 2024
પીએમ આવાસ યોજનામાં રાજપીપળા ખાતે ૩૫૦ જેવા મકાનો બન્યા, પણ ભાડે રહેતા પરિવારો ત્યાંના ત્યાં
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ વધતા રાજપીપળામાં ભાડાના મકાનની મોટી સમસ્યા: નર્મદા જીલ્લામાં હોટલો, ગેસ્ટ હાઉસો ફૂલ થતા હોમ સ્ટે જેવા માધ્યમથી ખાલી મકાનો ભાડે આપી મહિનાનું ભાડું બે ચાર દિવસમાજ મેળવતા મકાન માલિકો:ભાડાના મકાનમાં રહેતા ગરીબ, મધ્યમ વર્ગના પરિવારોને ભાડે મકાન મળવા મુશ્કેલ: પોતનું મકાન કે જમીન વિહોણા લોકો માટે સરકારે યોજના લાગુ કરી આવા પરિવારો ને ઘર બને તે માટે ધ્યાન આપવું જોઈએ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:એક તરફ સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના જેવી યોજના અમલ માં મૂકી એ સારી બાબત છે, આ યોજના થકી રાજપીપળા નગરપાલિકા હસ્તક લગભગ ૩૫૦ જેવા મકાનો પણ બન્યા છે પરંતુ તેમાં ફક્ત પોતાના કાચા મકાન કે જમીન ધરાવતા લોકો જ આ લાભ મેળવી શકતા હોય ભાડાના મકાનમાં રહેતા લોકોના નામે પ્રોપર્ટી કાર્ડ કે દસ્તાવેજ ન હોવાથી એ આ યોજના નો લાભ લઈ શક્યા નથી માટે આવા પરિવારો ફરજીયાત ભાડા ના મકાનો માં રહેવા મજબૂર બન્યા હોય, આમ પણ રાજપીપળા શહેર માં ભાડાના મકાનો બહુ ઊંચા ભાડે મળતા હોય ઉપર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તો ખાલી મકાનો ભાડે મળવા મુશ્કેલ બન્યા છે.ત્યારે જાયે તો જાયે કહાં જેવો ભાડુઆતો નો ઘાટ થયો છે.
જાણવા મળ્યા મુજબ મોટા શહેરોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો ઉપર ફરવા આવતા પ્રવાસીઓની સંખ્યા રજાના દિવસોમાં ચાર ઘણી વધી જતાં અને વારંવાર મંત્રીઓની વિઝિટના કારણે રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં આવેલા ગેસ્ટ હાઉસોમાં જગ્યા ન મળતા રાજપીપળા શહેરમાં ભાડે મળતા મકાનો પણ માલિકો હવે ઊંચા ભાડે પ્રવાસીઓ ને આપી દેતા હોય માટે ભાડે રહેતા પરિવારો મુશ્કેલી માં મુકાયા છે.જોકે શનિ રવિવારે કે કોઈ ખાસ રજામાં આવતા પ્રવાસીઓને એક નાઈટનું 2 થી 3 હજાર રૂપિયા ભાડું લઈ મકાન આપતા માલિકોના જણાવ્યા મુજબ અમારે બીજી કોઈ માથાકૂટ વગર મહિનાના ભાડાના રૂપિયા એક બે દિવાસમાં મળી જાય ઉપર થી મકાન ને કોઈ નુકસાન કે ખાલી કરાવવાની મગજમારી પણ નથી રહેતી માટે હોમ સ્ટે જેવી આ પદ્ધતિ થી મકાન આપી માલિકો ને કમાણી પણ વધી છે પરંતુ ભાડે રહેતા ગરીબ પરિવારો માટે મોટી મુસીબત ઉભી થઇ રહી છે.
સરકારે ભાડે રહેતા પરિવારો માટે પણ યોજના અમલમાં મુકવી જોઈએ : માયાબેન પટેલ
આ બાબતે ભાડાંના મકાન માં રહેતા માયાબેન પટેલે જણાવ્યું કે મોદી સરકાર સારી યોજનાઓ અમલ માં મૂકે છે પરંતુ અમારા જેવા લાખો પરિવારો ભાડાના મકાન માં રહી દર વર્ષે બે વર્ષે મકાન અદલા બદલી કરતા હોય અને સ્ટેચ્યુ બન્યા બાદ તો મકાનો મળવા મુશ્કેલ હોય ત્યારે સરકારે અમારા જેવા ભાડુઆત પરિવારો માટે પણ કોઈ યોજના અમલમાં લાવવી જોઈએ.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
