<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

લોકોને સુરક્ષા આપવામાં સરકાર નિષ્‍ફળઃ ગુજરાતમાં ર૪ દિવસમાં ૧૮ હત્‍યાઓ

સરકાર મક્કમ પગલા ભરેઃ ડો. મનીષ દોશીનો પોકાર

અમદાવાદ, તા. ૧૯: રાજ્‍યમાં હત્‍યા-ખુન-ધાડ સહિતની ઘટનાઓમાં નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે ત્‍યારે આ ગુજરાત મેં બનાવ્‍યું નું અભીયાન કરનાર ભાજપ ‘અસલામત-અસુરક્ષિત ગુજરાત ભાજપે બનાવ્‍યું' તેની જવાબદારી કયારે સ્‍વિકારશે ? તેવો વેધક પ્રશ્‍ન પુછતાં ગુજરાત કોંગ્રસ સમિતિના મીડિયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડો.મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે રાજ્‍યમાં ધોળે દહાડે થઈ રહેલી હત્‍યાઓ અત્‍યંત ચિંતાનો વિષય છે. ચૂંટણી સમયે સલામત-સુરક્ષિત ગુજરાતના બણગા ફૂકતી ભાજપના શાસનમાં એક મહિનાથી ઓછા સમયમાં ૧૮ હત્‍યા - ખૂનની ઘટનાઓ ચોપડે નોંધાઈ છે.

રાજ્‍યમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વલસાડ, બોટાદ, મહેસાણા, અમરેલી સહિતના જિલ્લાઓમાં પોલીસતંત્ર, કાયદાનો જરા પણ ડર ન હોય એમ નાગરિકોની હત્‍યાની ઘટના થાય એ જ દર્શાવે છે કે ભાજપ સરકારમાં ગુજરાત માત્ર ને માત્ર જાહેરાતોમાં જ સુરક્ષિત છે. બાકી નાગરિકોની સુરક્ષા - સલામતીમાં ભાજપ સરકાર નિષ્‍ફળ નિવડી છે.

‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' કહેનાર ગળહરાજ્‍ય મંત્રીશ્રી જાગો હવે દિન દહાડે થઈ રહેલી હત્‍યાઓ માટે પગલા ભરો. બૂટલેગરો - અસામાજિક તત્‍વો ફાયદામાં છે. ગુજરાત જાણે છે કે કોના માટે કાયદો અને કોના માટે ફાયદો છે. અબજો રૂપિયાનો ડ્રગ્‍સ-નશાનો વેપલો ચાલી રહ્યો છે ત્‍યારે મુખ્‍યમંત્રી ગુજરાતના નાગરિકોની સલામતી માટે મક્કમ પગલા ભરે. તેમ ડો. મનીષ દોશીએ જણાવ્‍યુ છે

(12:13 PM IST)