<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

સંતો, ભકતો, કલાકારોની બે વર્ષની મહેનતથી 3D ફિલ્‍મ ‘સ્‍વામિનારાયણ રંગોત્‍સવ'નું સર્જન

કુંડળધામ સ્‍વામિનારાયણ મંદિર દ્વારા આધુનિક ટેકનોલોજી આધારિત નજરાણું

રાજકોટ, તા., ૧૯: શ્રી સ્‍વામિનારાયણ ભગવાન પોતાના સંતો-ભકતોને લાડ લડાવવા અનેક ઉત્‍સવો ઉજવતા તેમાં તેમણે સૌથી વધુ ઉજવેલ ઉત્‍સવ એટલે હોળી રંગોત્‍સવ. શ્રીજી મહારાજે વડતાલ, ગઢડા, અમદાવાદ, ભુજ વગેરે ર૪ જેટલા વિવિધ સ્‍થળોએ સંતો-ભકતો સાથે ૬ર જેટલા રંગોત્‍સવ કર્યા હતા. તેનું વર્ણન  સ્‍વામિનારાયણ સંપ્રદાયના શાષાોમાં વાંચવા મળે છે. એ રંગોત્‍સવની લીલા આજે પણ માનવમાત્રને સાક્ષાત દ્રશ્‍યમાન થાય એવા હેતુથી કુંડળધામવાળા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામીએ તેનું આબેહુબ 3D  એનીમીશન તૈયાર કરાવ્‍યું છે. તેમાં પ૦ જેટલા સંતો-ભકતો અને કલાકારોએ ર વર્ષ સુધી કુલ ૯૦૬૪૬ જેટલા માનવ કલાકો આપીને તેનું સર્જન કર્યુ છે.

સ્‍વામિનારાયણ રંગોત્‍સવ સ્‍વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા તથા કુંડળધામ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તેનું વિમોચન વડતાલધામમાં યોજાયેલ દ્વિશતાબ્‍દી મહોત્‍સવમાં તા.૧ર-૧૧-ર૦ર૪ના રોજ વડતાલ પીઠાધિપતી આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામી અને અન્‍ય સંતોના હસ્‍તે કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે કુંડળધામ મંદિર કાર્યાલય મો. ૯૬૦૧ર ૯૦૦૦૧ ઉપર સંપર્ક સાધવો.

રંગોત્‍સવના આ ૩ ડી ફિલ્‍મમાં પોતાના પ્‍યારા સંતો-ભકતો સાથે રંગે રમતા ભગવાનને નિહાળી આબાલ વૃધ્‍ધ સહુ કોઇને આનંદ થઇ જાય છે. એટલે જ આ ફિલ્‍મ રીલીઝ થતા એક જ દિવસમાં એક લાખ ઉપરાંત લોકોએ તેને નિહાળી લીધી છે. સહુ કોઇને વારંવાર જોયા કરવાનું મન થાય એવું આ 3D એનીમીશન સ્‍વામિનારાયણ રંગોત્‍સવ નિહાળવા માટે નિયત કયુઆર કોડ સ્‍કેન કરી શકાય છે. અથવા નીચેની લીન્‍ક પર કલીક કરી શકાય છે.

https://youtu.be/NCXyvJ8JCJQ?si=nlRlsVZ0ulOVg767

ww.swaminarayanbhagwan.org

(4:01 PM IST)