<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ ગોધરા, પંચમહાલ ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ટ્રસ્ટના સંતોની ઉપસ્થિતિમાં બાળ સંસ્કાર કેન્દ્રનું ઉદ્ઘાટન

ગાદી સંસ્થાન ટ્રસ્ટ ના સંતો, શાળા પરિવારના સભ્યો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં શાળા પરિસરમાં બાળ સંસ્કાર કેન્દ્રનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ઉજવાયો

અમદાવાદ :  મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ ગોધરા, પંચમહાલ ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ટ્રસ્ટ ના સંતો, શાળા પરિવારના સભ્યો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં શાળા પરિસરમાં બાળ સંસ્કાર કેન્દ્રનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ઉજવવામાં આવ્યો. જેમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ટ્રસ્ટના સંતો શ્રી સદગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામીજી, શ્રી યોગપ્રિયદાસજી સ્વામીજી, શ્રી દિવ્યચરણદાસજી સ્વામીજી, શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામીજી અને શ્રી અનંતાનંદદાસજી સ્વામીજીએ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તથા આશીર્વચનો પણ પાઠવ્યા હતા

(1:07 PM IST)