News of Tuesday, 19th November 2024
ગુજરાત પ્રિઝનર × ફેક્ટર પુસ્તક વાંચતા જેલમાં કલ્પના ચિત્રથી જુદું ચિત્ર ઉપસ્થિત થશે
વડાપ્રધાનના સ્વપ્ન પૂર્ણ કરવા જેલ કેદીઓને આત્મ નિર્ભર બનાવવા ચાલતા અભિયાનની વાતો ખૂબ રસઙ્ઘદ રીતે આ અભિયાનના સહયોગી ડો.ઇન્દુ રાવ દ્વારા આલેખાયેલ છેઃ ગુજરાતના ગવર્નર હસ્તે વિમોચન થયેલ આ પુસ્તક વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિવિધ મહાનગરોમાં લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે

રાજકોટ તા. ૧૯: છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતની જેલોમાં કેદીઓ જેલની કાળ મિંઢ દિવાલો વચ્ચે રહેવા સાથે ખૂંખાર કેદીઓ સાથે રહી, વધુને વધુ મોટા ગુનેગાર ન બને, કેદીઓ જેલ બહાર નીકળે ત્યારે ગુનાખોરી છોડી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ મંત્રી હર્ષ સંઘવીનાં સ્વપ્ન મુજબ આત્મ નિર્ભર બને તેવું જબરજસ્ત અભિયાન ચાલે છે, આ અભિયાન સિનિયર આઇપીએસ અને રાજ્યોની જેલોના વડા ડો.કે.એલ.એન રાવ તથા તેમની ટીમ દ્વારા ચાલે છે, જેની નોંધ કેન્દ્ર દ્વારા લેવા સાથે તેમને એવોર્ડ પણ મળ્યા છે,આ પ્રત્યેક કાર્યમાં તેમને તેમના પત્ની અને જાણીતા શિક્ષણવિદ અને ડો. દિન દયાલ ઉપાધ્યાય યુનિ.નાં ડીન ડો.ઇન્દુ રાવનો સહયોગ મળી રહ્યો છે.
જેલ એટલે કેદીઓ ખૂબ બદતર હાલતમાં રહેતા હોય, તેઓ ચક્કી પિસ્તા હોય, તેમને સાવ સડી ગયેલો ખોરાક આપતા હોય એવી કલ્પના અંગ્રજોનાં યુગની.માન્યતા મુજબ લોકો કરતા હોય છે. આ માન્યતા બિલકુલ ખોટી છે. ગુજરાતની જેલમાં કેદીઓ જેલમાં રહી પોતાની રસ રુચિ મુજબ અભ્યાસ કરે છે, તેમના માટે બેકરી ઉદ્યોગ, ફર્નિચર ઉદ્યોગ, ફરસાણ, હોય કે પછી જેલમાં કાપડ ઉદ્યોગ, હીરા બનાવવાની વાત હોય કે પછી બ્રાન્ડેડ કંપનીની ટ્રાવેલ બેગ બનાવવાનો પ્લાન્ટ આ બધું જેલોમાં રોજગારી પૂરી પાડવા ચાલી રહેલ છે.
જેલમાં કેદીઓ માટે રાજ્ય લેવલનો ઓલમ્પિક સાથે વિવિધ સ્પર્ધા યોજાય છે. રાજ્યપાલ પણ આવી પ્રવળત્તિઓથી પ્રસન્ન બની આર્થિક યોગદાન આપેલ. જેલનો ભજીયા ઉદ્યોગ ખૂબ મોટો છે, લોક ડાઉન સમયે ખૂબ મંદી હતી પણ જેલોમાં મોટું ટર્ન ઓવર હતું. આવી તમામ બાબતો એક પુસ્તક રૂપે બહાર પડી છે, આ પુસ્તકનું વિમોચન રાજ્યના ગવર્નર હસ્તે થયેલ છે, વિવિધ મહાનગરોમાં આ પુસ્તકનું વિમોચન થશે. ખૂબ મહત્વની વાત એક અદભુત ઐતિહાસિક દસ્તાવેજ જેવા પુસ્તકના લેખક ડો.ઇન્દુ રાવ છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
